પરિવર્તન: લ્યો હવે ખેતીની જમીન ઘટી રહી છે...

PC: India Warehousing

ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ખેતીની જમીનમાં વધારો થયો હોવાના અહેવાલો ગુજરાત સરકારે પ્રકાશિત કર્યા હતા પરંતુ હવે વિજય રૂપાણીની સરકારમાં ખેતીની જમીનમાં ઘટાડો થયો હોવાના અહેવાલો પ્રસારિત થઇ રહ્યાં છે. ગુજરાત વિધાનસભામાં જમીન ઘટી હોવાનો ખુલાસો થયો છે. ધારાસભ્યએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં મહેસૂલ વિભાગે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ખેતીની જમીનમાં ઘટાડો થયો છે.

વિભાગે માહિતી આપતાં કહ્યું હતું કે 2016ના વર્ષમાં 1,25,62,784 ચોરસ મીટર ખેતીની જમીન NA માં તબદીલ કરવામાં આવી છે, એવી જ રીતે વર્ષ 2017માં 10,60,795 ચોરસ મીટર ખેતીની જમીન ને બિન ખેતીમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

સરકારે એમ પણ કહ્યું છે કે અમદાવાદમાં ખેતીની જમીન એનએ કરવાથી સરકારને 23,64,85,407 રૂપિયાની આવક થઇ છે. સરકારી આવકને બાજુએ રાખીએ તો ગુજરાતમાં ખેતીની જમીન ઘટી રહી છે તેનો ઉલ્લેખ વિધાનસભામાં થઇ રહ્યો છે.

આ પ્રશ્ન માત્ર અમદાવાદ અને ગાંધીનગર માટે પૂછવામાં આવેલો હતો પરંતુ જો રાજ્યમાં ખેતીની કેટલી જમીન ઓછી થઇ છે તેવું પૂછવામાં આવે તો આ આંકડો ખૂબ મોટો થઇ શકે છે. એનો મતલબ એ થયો કે ગુજરાતમાં ખેતીની જમીનના ભોગે ઔદ્યોગિક ડેવલપમેન્ટ થઇ રહ્યું છે. અમદાવાદની જેમ ગાંધીનગરમાં 2016માં 17.05.176 ચોરસ મીટર અને 2017 માં 24,46,171 ચોરસ મીટર જમીન એનએ કરવામાં આવી હતી જેના કારણે સરકારને 2,11,48,498 રૂપિયાની આવક પ્રાપ્ત થઇ છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp