સરકારની નજર એર ઈન્ડિયાની 9000 કરોડ રૂપિયાની સંપત્તિ પર!

PC: Zee Business

એર ઈન્ડિયાની સંપત્તિનું વેચાણથી થનાર કમાણી પર સરકારની નજર છે. દેવાના ડૂંગળ નીચે દબાયેલ સાર્વજનિક ક્ષેત્રની વિમાન કંપની એર ઈન્ડિયાની જમીન અને રિયર એસ્ટેટના વેચાણથી સરકારને 9000 કરોડ રૂપિયા મળવાની આશા છે.

એક અધિકારીએ સોમવારે જણાવ્યું કે, એર ઈન્ડિયાની જમીન, ઈમારત અને અન્ય સંપત્તિઓના વેચાણ, એરલાઈનના 55,000 કરોડ રૂપિયના દેવાના ભારને ઓછો કરવા સરકારની યોજનાનો ભાગ છે. આનાથી એર ઈન્ડિયા માર્કેટમાં પ્રતિસ્પર્ધી થઈ શકશે.

નાણામંત્રી અરૂજ જેટલીની આગેવાની વાળી મંત્રીમંડળીય કમિટીએ પાછલા સપ્તાહે એર ઈન્ડિયાના 29,000 કરોડ રૂપિયાના દેવાને વિશેષ ઉદ્દેશ્યવાળા એકમ (એસપીવી) એર ઈન્ડિયા એસેટ હોલ્ડિંગ કંપનીમાં સ્થાનાતરિત કરવાની પરવાનંગી આપી હતી.

આ સંપત્તિઓના વેચાણથી મળનાર રકમનો ઉપયોગ એસપીવીમાં ટ્રાન્સફર કરવામા આવેલ 29,000 કરોડ રૂપિયાના દેવાને ઓછો કરવામા આવશે.

ક્વિન્ટ અનુસાર એક અધિકારીએ કહ્યું છે કે, "અમે એર ઈન્ડિયાની જમીન અને અન્ય સંપત્તિઓના વેચાણથી 9000 કરોડ રૂપિયા ભેગા થવાની આશા રાખી રહ્યાં છીએ. આમાં મુંબઈમાં એર લાઈન્સ હાઉસ, દિલ્હીના વસંત વિહારમાં રિયલ્ટી સંપત્તિ અને બાબા ખડગ સિંહ માર્ગ સ્થિત જમીન સામેલ છે."

પાછલા સપ્તાહે એર ઈન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ પર મંત્રી સ્તરીય સમિતિએ એર ઈન્ડિયાની ગ્રાઉન્ડ હૈંડલિંગ એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લીધી. AIATSLની રણનૈતિક વેચાણને મંજૂરી આપી હતી. AIATSLના વેચાણથી આવેલ રાશિનો ઉપયોગ પણ એસએપીવીમાં રાખેલ દેવાને ઓછો કરવા માટે થશે. AIATSLએ વર્ષ 2016-17-માં 61.66 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp