ગુજરાતમાં સરકારી જમીન વેલ્યુએશનના દરોમાં વધારો થશે

PC: findretrievers.com

ગુજરાતમાં સરકારી જમીનના વેલ્યુએશનના દરોમાં ફરી પાછો વધારો કરવામાં આવી શકે છે, કારણ કે સરકારે જે આદેશ કર્યો હતો તેમાં જમીનના વેલ્યુ દર ઘટી જતાં ફરી એકવાર સમીક્ષા બેઠક કરવામાં આવી છે અને અલગ અલગ સેમ્પલ લેવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આ સેમ્પલ લેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં સરકાર બીજો આદેશ બહાર પાડશે. ગયા મહિને બહાર પાડેલી ગાઇડલાઇન પ્રમાણે ગણવામાં આવતા સરકારી જમીનના દરો બજાર ભાવ કરતાં અત્યંત નીચા જતા રહેતાં સરકારે વેલ્યુએશનની સ્થિતિ બદલવાના આદેશ કર્યા હતા. હવે આ ભાવમાં વધારો થઈ શકે છે.

સરકારી જમીન વેલ્યુએશનના 90 ટકા કિસ્સામાં શહેરી વિસ્તારમાં ફરક પડ્યો છે જ્યારે ગ્રામ્ય વિસ્તારના દરો યથાવત રહ્યાં છે. મહેસૂલ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકારી જમીન વેલ્યુએશનમાં જંત્રી રેટ પણ ગણવામાં આવે છે તો પણ તે ભાવ બજાર ભાવ કરતાં માત્ર 15થી 25 સુધીના રહે છે જેથી સરકારી જમીનની વેલ્યૂ બજાર કરતાં ગણી નીચે જતી રહે છે.

અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં બનાવવામાં આવેલી જંત્રી ભૂલ ભરેલી છે. જંત્રીના દરોમાં એક જ જિલ્લામાં વ્યાપક અસમાનતા છે. સરકાર જંત્રી દરો વધારી શકતી નથી અને જંત્રી દરો સરકારને પોસાય તેમ નથી તેથી સરકારે બજાર ભાવને ધ્યાનમાં લઈને જમીન વેલ્યુએશનના દરોમાં સુધારો કરવાનું નક્કી કર્યું છે. એક સપ્તાહમાં નવા દરો જાહેર થાય તેવી સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp