કચ્છને સરકારની લોલીપોપ: એક મીલિયન એકર ફૂટ વધારાનું પાણી

PC: google.co.in

નર્મદાનું પાણી આપવામાં રાજ્યની ભાજપ સરકાર વર્ષોથી રાજરમત રમી રહી છે. નર્મદાના પાણી ખેતર સુધી પહોંચે તેના કરતાં નર્મદાના નામે મત મળે અને લાગણી મળે તેમાં વધારે રસ જોવા મળી રહ્યો છે. તેનું છેલ્લાંમાં છેલ્લું ઉદાહરણ વિધાનસભા છે. વિધાનસભા સત્રમાં નર્મદા માટે જે બજેટ ફાળવેલું છે તેમાં એક બજેટ કચ્છને એક મીલિયન એકર ફીટ વધારાનું પાણી આપવા માટેની જોગવાઈ કરીને તેની જાહેરાત કરવાની છે. 20 વર્ષથી કચ્છને પૂરતું પાણી મળશે તેવી ભાજપની તમામ સરકારોએ જાહેરાત કરી છે. ચૂંટણી આવે છે ત્યારે આ જાહેરાત જાહેર સભામાં એકદમ વધી જાય છે.

હવે ફરી એક વખત લોલીપોપ આપી છે કે કચ્છને એક મીલિયન એકર ફૂટ વધારાનું પાણી આપવા માટે સરકારે યોજના તૈયાર કરી છે. જો આટલું પાણી આપવું હોય તો ઓછામાં ઓછા રૂ.5500 કરોડનું ખર્ચ થાય તેમ છે. પણ સરકારે તે માટે રૂ.15 કરોડની જોગવાઈ આ બજેટમાં કરી છે. જો સરકાર વધારાનું પાણી આપવા ધારે તો તે માટે દર વર્ષે રૂ.1200 કરોડ આપવા પડે તેમ છે. તેના સ્થાને માત્ર રૂ.15 કરોડ જ આપવામાં આવ્યા છે. આમ ફરી એક વખત કચ્છની જનતાને રાજકીય રીતે છેતરવા નર્મદા મૈયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp