ગ્રીન બેલ્ટની જમીન ભાજપ માટે રેડ લાઈટ

PC: India Warehousing

ભાજપના નેતાઓ ઘણી વખત પ્રજાની સાથે સાહસ કરીને ઊભા રહીને પક્ષની ખોટી નીતિ માટે અવાજ ઉઠાવી પણ શકે છે. એવું મહેસાણામાં ખેડૂતોની જમીનને ગ્રીન બેલ્ટ માટે 10 વર્ષ માટે અનામત કક્ષામાં મૂકી દઈને ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. મહેસાણામાં નવો વિકાસ નકશો બનાવાયો હતો જે પ્લાનને ભાજપના નેતાઓએ પૈસા બનાવવાનું સાધન બનાવી દીધું છે.

પ્લાન મંજૂર થાય તે પહેલાં મહેસાણામાં ભાજપના 22 નેતાઓએ ખેડૂતોની પાસેથી નકશાના મુખ્ય માર્ગો પરની જમીન સસ્તામાં લઈ લીધી છે. અને હવે તેનો ભાવ એક કરોડના 12 કરોડ થઈ ગયા છે. તેનાથી પણ સંતોષ ન થતાં જે જમીન ખેડૂતોએ આપી નહીં તેમને ગ્રીન બેલ્ટમાં નાંખી દઈને ખેડૂતો પાસેથી સસ્તા ભાવે તે જમીન લઈ લેવા માટે કારસો ઘડતાં 110થી વધારે ખેડૂતોએ સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે.

ખેડૂત વિરોધી ડીપી રદ કરવા તેઓ કલ્ટેક્ટરને કહી રહ્યાં છે. કલેક્ટર દ્વારા 258 કલમ લગાવવામાં આવી છે. તેનો વિરોધ ભાજપના મહેસાણા નગરપાલિકાના સભ્ય કનુ પટેલ જંગે ચઢ્યા છે. તેમણે ખેડૂતોને એવું કહ્યું છે કે, હું ભાજપમાં તમારો અવાજ રજુ કરવાનો છું. ખેડૂતો સાથે ખોટું થઈ રહ્યું છે. ડીપી પહેલાથી જ લીક કરીને મળતયાઓને ફાયદો કરાવાયો છે. પક્ષ સામે નહીં પણ અમુક લોકો સામે મારો વાંધો છે. જે ખેડૂતોને પાયમાલ કરી રહ્યાં છે. અને વિકાસ નકસાનો ફાયદો ઉઠાવી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp