આજે GST કાઉન્સિલની મીટિંગ, દરમાં રાહતના સંકેત

PC: hindustantimes.com

આજથી GST કાઉન્સિલની મીટિંગ યોજાઇ રહી છે, ત્યારે ગુજરાતની ચૂંટણીના આંચકા એ બેઠકમાં અનુભવાય તો નવાઇ પામવા જેવું નહીં રહે. ગુજરાતમાં GST ભાજપ સામેની નારાજગીનું એક કારણ બન્યું છે, ત્યારે તેમાં કેટલીય રાહતોની જાહેરાત કરીને વેપારી વર્ગને ખુશ કરી દેવાય એવા સંજોગો છે.

આજથી બે દિવસ માટે યોજાનારી GST કાઉન્સિલની બેઠક નાણામંત્રી અરુણ જેટલીના નેતૃત્વમાં યોજાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે લિટમસ ટેસ્ટ બની છે, ત્યારે GST કાઉન્સિલ રાહત આપે એવી આશા રખાઇ રહી છે. આ રાહતોમાં—

  1. 150 થી 200 વસ્તુઓ ઉપર રેટમાં ઘટાડો કરી શકે છે.
  2. GSTની પ્રક્રિયાને વધુ સરળ કરવા સહિત ધરખમ સુધારા કરી શકે છે.
  3. નાની કંપનીઓ માટે સિંગલ રિટર્ન ફાઈલિંગ ફોર્મની વ્યવસ્થા કરવામાં આવી શકે છે.
  4. 4.વડાપ્રધાનની ઓફિસ (પીએમઓ) દ્વારા ટેક્સને ઘટાડવાના હેતુસર સૂચિત ફેરફારો કરી શકે છે.
  5. રિટર્ન ફાઇલિંગની પ્રક્રિયાને મહત્વપૂર્ણ ફેરફારો થઇ શકે છે. રિટર્ન ફાઇલિંગની પ્રક્રિયાને વધુ સરળ કરવાના ઇરાદા સાથે નાના કરદાતાઓ માટે પણ ફેરફાર કરવામાં આવી શકે છે.
  6. આસામના પાટનગર ગુવાહાટીમાં યોજાઇ રહેલી આ બેઠકમાં બિહારના નાણામંત્રી સુશીલ મોદીના નેતૃત્વમાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (જીઓએમ) કાઉન્સિલને પેપર રજૂ કરી શકે છે.

ગયા મહિનામાં મળેલી કાઉન્સિલની બેઠકમાં 1.5 કરોડથી ઓછા ટર્ન ઓવર ધરાવતા નાના કરદાતાઓને રાહત આપવામાં આવી હતી. ગયા સપ્તાહમાં જ જુલાઈ મહિના માટે GSTઆર-2 ફોર્મ દાખલ કરવા માટે તારીખ 30 મી નવેમ્બર સુધી વધારી દેવામાં આવી હતી જે અગાઉ 31 મી ઓક્ટોબર સુધીની હતી. જુલાઈ GSTઆર-૩ રિટર્ન માટેની અવધિ એક મહિના સુધી વધારીને 31 મી ડિસેમ્બર કરવામાં આવી હતી. GST વ્યવસ્થા પહેલી જુલાઈથી અમલી બનાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp