RERA ઇફેક્ટ: ઓનલાઇન સિસ્ટમ ઠપ્પ, બિલ્ડરો પરેશાન

PC: homelifewhiterock.ca

ગુજરાત સરકારની RERA અને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ એપ્રુવલ સિસ્ટમ નિષ્ફળ જતાં પ્રોપર્ટી શોમાં પૂરતા પ્રોજેક્ટ્સ આવી શક્યા ન હોવાથી નવરાત્રી પહેલાં યોજાતો પ્રોપર્ટી શો મોકૂફ રાખવાની ફરજ પડી છે.

ગુજરાતના બિલ્ડરો અને ડેવલપર્સની કેડ ભાંગી ચૂકી છે. RERAમા નોંધાતા પ્રોજેક્ટની પ્રક્રિયા એટલી બધી ધીમી છે કે બિલ્ડરો ત્રાસી ચૂક્યાં છે. આ કાયદા હેઠળ તમામ નવા પ્રોજેક્ટનું રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઉસિંગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ (GIHED)નો પ્રોપર્ટી શો ઓક્ટોબર માસમાં યોજાવાનો હતો પરંતુ પ્રોજેક્ટ પૂરતાં નહીં હોવાથી હવે તે ડિસેમ્બરમાં યોજાશે તેવી જાહેરાત આયોજકોએ કરી છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે સરકારની ઓનલાઇન સિસ્ટમ નિષ્ફળ ગઈ નથી પરંતુ પ્રોજેક્ટ્ના રજીસ્ટ્રેશનમાં વિલંબ થઈ રહ્યો છે. સરકાર આ ટૂલને ફૂલપ્રૂફ બનાવવા માગે છે, પરંતુ તેમાં થોડો સમય જશે.

આશ્ચર્યની બાબત એવી છે કે સરકારની આ ODPSમાં માત્ર અમદાવાદના જ 8 હજાર કરોડના પ્રોજેક્ટ્સ અટવાઇ ગયા છે. RERAના નિયમ મુજબ, પ્લાન પાસ થયા બાદ RERAની મંજૂરી મળ્યા બાદ જ પ્રોજેક્ટનું માર્કેટિંગ કરી શકાય છે. આથી આ વખતે નવરાત્રી અને દિવાળીમાં નવા પ્રોજેક્ટ લોન્ચ તળિયે છે અને તેની અસર ગાહેડ પ્રોપર્ટી શો પર પણ પડી છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં યોજાયેલા પ્રોપર્ટી શોમાં લગભગ 200 જેટલા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ લોન્ચ થયા હતા અને અંદાજે એક લાખ જેટલા લોકોએ તેની મુલાકાત લીધી હતી પરંતુ આ વર્ષે હજી ડીસપ્લે કરી શકાય તેટલા પ્રોજેક્ટ્સ પાસ થયા નથી તેથી આ શો રદ કરવામાં આવ્યો છે.

ODPSની મુશ્કેલી અંગે ગાહેડ અને ક્રેડાઇએ સરકારમાં વારંવાર રજૂઆત કરી હતી અને બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ સરકારે ખાત્રી આપતાં બિલ્ડરો ચૂપ બેઠાં હતા પરંતુ હવે પ્રોપર્ટી શો અને વેચાણમાં વિલંબ થતો હોઇ બિલ્ડરો સરકારથી ખફા બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp