ગુજરાતના આ શહેરની મહાનગરની વધુ ત્રણ પ્રારંભિક TP સ્કીમને મંજૂરી

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ષ 2020ના પ્રથમ ત્રણ માસમાં જ 10 TP અને 1 ફાયનલ DP યોજના સહિત કુલ-11 પ્રોજેકટ મંજૂર કર્યા છે. વિજય રૂપાણીએ 2018 અને 2019માં એમ સતત બે વાર નગર રચના યોજનાઓ મંજૂર કરવાનો શતક રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર પૂર્ણ કર્યા બાદ હવે, 2020માં પણ આવી ત્વરિત મંજુરીની વિકાસકૂચ જારી રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે TP DP માં ઝિરો પેન્ડન્સીનો લક્ષ્ય રાખવાની વિભાગને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.

મુખ્યમંત્રીએ રાજ્યના મહાનગરોના થઇ રહેલા ઝડપી વિકાસના સંદર્ભમાં ત્વરાએ નાગરિકલક્ષી સુવિધાઓ પૂરી પાડવાની નેમ સાથે સુરત મહાનગર માટે વધુ ત્રણ પ્રારંભિક ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે. વિજય રૂપાણીએ સુરત મહાનગરને હોળી-ધૂળેટીના પર્વેના અવસરે જે ત્રણ વિસ્તારોમાં પ્રારંભિક TP.ની મંજૂરીની ભેટ આપી છે તેમાં ભેસ્તાન વિસ્તારની પ્રીલિમનરી TP. 54 (ભેસ્તાન) અને પપ (ભેસ્તાન) તેમજ TP. TP 14 પાલ (ફર્સ્ટ વેરીડ)નો સમાવેશ થાય છે. આ TP. સ્કીમમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને કુલ 3ર જેટલા પ્લોટ સમગ્રતયા 40 હેકટર્સના ક્ષેત્રફળ સાથે સંપ્રાપ્ત થવાના છે.

આ પ્લોટસમાં ખૂલ્લી જગ્યા-બાગબગીચા તેમજ જાહેર હેતુ માટે ર લાખ 15 હજાર 811 ચોરસ મીટર જમીન અને સામાજિક-આર્થિક નબળા વર્ગના લોકોના આવાસ-રહેઠાણ માટે 1 લાખ 18 હજાર 434 ચોરસ મીટર જમીન પ્રાપ્ત થશે. આ ઉપરાંત 67808 ચો.મીટર જમીન રહેણાંક તેમજ વેચાણના હેતુ માટે પણ સંપ્રાપ્ત થશે. આ બે પ્રારંભિક TP સ્કીમ મંજુર થવાથી સુરત મહાનગરમાં બાગ-બગીચા સહિત અન્ય નાગરિકલક્ષી સુવિધામાં વધારો થશે.

વિજય રૂપાણીએ પારદર્શીતા અને નિર્ણાયકતાના અભિગમ સાથે નવી અથવા વર્ષો જુની એમ કોઇ પણ TP સ્કીમને ત્વરીત નિર્ણય તેમજ પોઝીટીવ એપ્રોચ સાથે મંજુરી આપવાની અભિનવ પહેલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp