બિલ્ડર સમયસર ફ્લેટ ન આપે તો ગ્રાહકને આટલા ટકા વ્યાજ ચૂકવવું પડશે, સુપ્રીમનો આદેશ

PC: magzter.com

સુપ્રીમ કોર્ટે સોમવારે એક એવો નિર્ણય લીધો જેમાં મોટા બિલ્ડર્સને ગ્રાહકોને છેતરવું મોઘું પડશે. સુપ્રિમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે, જો બિલ્ડર્સ સમય પર ફ્લેટની ડિલિવરી ન કરી શકે તો તેમણે ફલેટના કોસ્ટ પર દર વર્ષે બાયર્સને વ્યાજ પેમેન્ટ કરવું પડશે. અત્યાર સુધી ફ્લેટની ડિલિવરીમાં મોડું થવા પર બિલ્ડર્સ ફ્લેટની સાઈઝના હિસાબે સામાન્ય રકમની પેનલ્ટીના રૂપે આપતો હતો. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને કે.એમ. જોસેફની એક બેચે DLF Southern Homes Pvt Ltd અને Annabel Builder & Developers Pvt Ltdને દર વર્ષે બાયર્સને ફ્લેટના કોસ્ટ પર 6 ટકા વ્યાજ આપવા કહ્યું છે. આ બંને બિલ્ડર્સ બેંગ્લુરુમાં ફ્લેટ બનાવી રહ્યા છે.

બેન્ચે કહ્યું કે, બાયર્સની ફ્લેટ ડિલિવરીમાં 2-4 વર્ષનું મોડું થઈ ચૂક્યું છે. બિલ્ડર્સ તેમને વ્યાજ આપશે. Southern Homes Pvt Ltdને હવે BEGUR OMR Homes Pvt Ltdના નામે ઓળખવામાં છે. સુપ્રીમ કોર્ટે વિવાદ નિવારણ પંચ (NCDRC)ના 2 જુલાઇ 2019ના આ આદેશને પણ રદ કરી દીધો છે જેમાં 339 ફ્લેટ બાયરોની ફરિયાદ ફગાવતા કહ્યું હતું કે, તેઓ વિલંબ કે, વાયદાના અનુરૂપ સુવિધાઓ ન મળવાની સ્થિતિમાં ફ્લેટ ખરીદી સમજૂતીમાં નિર્ધારિત કરવામાં આવેલી રકમથી વધારેના વળતરના હકદાર નથી.

બેન્ચે કહ્યું કે, ફ્લેટ ડિલિવરીમાં મોડું થવા પર 5 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટના હિસાબે બિલ્ડર પહેલાની જેમ પેનલ્ટી આપશે. આ સાથે જ બિલ્ડર્સને હવે ફ્લેટની કોસ્ટ પર વાર્ષિક 6 ટકા વ્યાજ પણ હોમ બાયર્સને ચૂકવવું પડશે. બેન્ચે કહ્યું કે, શરૂઆતમાં બિલ્ડર્સને વાર્ષિક 6 ટકા વ્યાજ આપવું પડશે, પરંતુ ફ્લેટ પઝેશનમાં 36 મહિનાઓથી વધારે મોડું થાય છે તો પઝેશન સુધી કંપાઉન્ડ વ્યાજના હિસાબે પેનલ્ટી આપવી પડશે. થોડા દિવસો પહેલા NCDRCએ પોતાના આદેશમાં કહ્યું હતું કે, જો હાઉસિંગ પ્રોજેક્ટમાં મોડું થઈ ગયું છે તો ખરીદદારને પઝેશન લેવા માટે બાધ્ય કરી શકાય નહીં અને બાયર રિફન્ડ પણ માંગી શકે છે. ગુડગાંવના એક કેસમાં આ આદેશ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, મારવેલ સેલ્વા રિઝ સ્ટેટના કેસમાં આ જ આદેશ આપવામાં આવ્યો છે. કંપનીએ શ્રીહરિ ગોખલેને 2012માં એક વિલા વેચ્યું હતું અને ડિસેમ્બર 2014 સુધી પઝેશન આપવાનો વાયદો કર્યો હતો.

ગોખલેએ વર્ષ 2016માં NCDRCને 13.4 કરોડ રૂપિયા રિફંડ માટે અપીલ કરી હતી. બિલ્ડરે NCDRCના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો, જેમાં 10 ટકા વ્યાજ સાથે 8.14 કરોડ રૂપિયા મૂળ રકમ ચૂકવવાની વાત કહી હતી. સુનાવણી દરમિયાન બિલ્ડર તરફથી કહેવામાં આવ્યું કે, વિલા બનાવીને તૈયાર છે અને 21 દિવસમાં તેનું સર્ટિફિકેટ જાહેર થઈ જશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ વિલાને ગોખલે લેવા માંગતો નથી અને તેને કોઈ બીજાને પણ અત્યાર સુધી આપી શકાતું જ્યાં સુધી પૂરી રીતે આદેશ લાગુ ન થઈ જતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp