રિયલ એસ્ટેટ સેક્ટર માટે ગૂડ ન્યૂઝ: છેલ્લા ક્વાર્ટરમાં જોવા મળ્યો 33 ટકાનો ઉછાળો

PC: trak.in

નાણાકીય વર્ષ 2017-18ના માર્ચ મહિનામાં હાઉસિંગ સેલ્સ (ઘરોના વેચાણ)માં 33 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. દેશના 9 મોટા શહેરોમાં આ ક્વાર્ટર દરમિયાન 80,000 યુનિટનું વેચાણ નોંધાયું છે. આ જાણકારી રીયાલીટી પોર્ટલ પ્રોપ-ટાઈગર મારફતે સામે આવી છે. નોંધપાત્ર વાત છે કે છેલ્લા નાણાકીય વર્ષ એટલે કે માર્ચ 2016-17મા, આ આંકડો 59,936 યુનિટનો હતો.

પોતાના નવા રિપોર્ટમાં પ્રોપટાઈગરે કહ્યું કે હૈદરાબાદને છોડીને જાન્યુઆરીથી માર્ચ 2018 દરમિયાન બધા 9 મોટા શહેરોમાં ઘરોનું વેચાણ વધ્યું છે. ઘરોનું સૌથી વધુ વેચાણ (ગયા વર્ષની સરખામણીમાં) નોઈડામાં જોવા મળ્યું છે જ્યાં 69 ટકા ઉછાળા સાથે માર્ચ 2018મા 7,933 યુનિટ ઘરોનું વેચાણ થયું છે. ત્યાર બાદ ગુડગાંવનો ક્રમ આવે છે જ્યાં 62 ટકા ઉછાળા સાથે 1,964 યુનિટ ઘરોનું વેચાણ નોંધાયું છે.

પ્રોપ ટાઈગરના CEO ધ્રુવ અગ્રવાલે જણાવ્યું કે 'ગયા ક્વાર્ટરમાં હાઉસિંગ સેલ્સના આંકડાઓ શાનદાર રહ્યા છે. જોકે હાલમાં ખુશી મનાવવી કદાચ જલદી કહી શકાય પણ આ પ્રારંભિક સંકેત છે કે ઘર-મકાન જેવી સંપત્તિના ક્ષેત્રમાં સારું રોકાણ થઈ રહ્યું છે.'

નોંધનીય વાત છે કે ગયા બે વર્ષ રિયાલિટી સેક્ટર માટે સારા ન હતા. વર્ષ 2016માં લાગુ થયેલી નોટબંધી અને 2017માં લાગુ થયેલા GSTના કાયદાના કારણે આ સેક્ટરને ઘણું નુકસાન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp