જાણો, મોટા 7 શહેરોમાં કેટલા મકાનો વેચાયા વિનાના છે

PC: zubuilders.com

ભારતના સાત મોટા શહેરોમાં લગભગ 4.4 લાખ હાઉસિંગના યુનિટ વેચાયા વિનાના પડ્યા રહ્યાં છે જેમાં દિલ્હી-એનસીઆરના 1.5 લાખથી વધુ યુનિટ છે.

પ્રોપર્ટી સલાહકાર જેએલએલ ઇન્ડિયાએ કહ્યું હતું કે તૈયાર મકાનો અને ફ્લેટ વેચાયા નહીં હોવાથી પ્રોપર્ટી માર્કેટમાં કિંમતો સ્થિર રહી છે. એક સર્વેક્ષણ પ્રમાણે સલાહકાર કંપનીએ કહ્યું હતું કે 2017ના વર્ષમાં ભારતના મુખ્ય શહેરોમાં 440000 રહેણાંકના મકાનો વેચાયા નથી.

આ સર્વેમાં મુંબઇ, દિલ્હી-એનસીઆર, ચેન્નાઇ, હૈદરાબાદ, પૂણે, બેંગલુરૂ, કોલકત્તાનો સમાવેશ થાય છે. જે યુનિટ્સ વેચાયા નથી તેમાં 34700 તો રેડી ટુ યુઝ છે. આ યુનિટ્સમાં તુરંત રહેવા જઇ શકાય તેમ છે.

ગયા વર્ષમાં દિલ્હી-એનસીઆરમાં 150654 એકમો વેચાયા વિનાના પડી રહ્યાં છે, જ્યારે ચેન્નાઇમાં 20 ટકા એકમો અનસોલ્ડ હતા. કોલકત્તામાં એક વર્ષમાં સૌથી ઓછા 26000 યુનિટ્સ વેચાયા નથી. રિયલ એસ્ટેટ સેક્ટરમાં રિયલ એસ્ટેટ કાયદો-રેરા, પ્રમોટાઇઝેશન અને જીએસટી જેવા ફેરફારોના કારણે સમગ્ર બાંધકામ પ્રવૃત્તિ પર તેમજ હાઉસિંગની માંગમાં સામાન્ય મંદી જોવામાં આવી છે.

સર્વેક્ષણના અહેવાલ મુજબ, દિલ્હી-એનસીઆર પ્રોપર્ટી માર્કેટમાં દિલ્હી, ગુડગાંવ, ગાઝિયાબાદ, ફરિદાબાદ, નોઈડા અને ગ્રેટર નોઈડાની પરિમિતિમાં ફેલાયેલા કુલ 1,50,654 એકમો વેચાયા વિનાના છે. આ વિસ્તારમાં કુલ નહીં વેચાયેલી ઈન્વેન્ટરીમાં આશરે 60% હિસ્સો નોઈડા અને ગ્રેટર નોઇડાનો રહ્યો છે.

મુંબઈમાં આશરે 86,000 અને બેંગલુરૂમાં 70,000 જેટલા એકમો નહીં વેચાયેલા છે જ્યારે પૂણેમાં 36,000 ફ્લેટ્સ વેચાયા વિનાના પડ્યા છે. હૈદરાબાદમાં આશરે 28,000 યુનિટ્સ પડી રહ્યાં છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp