ભારત અને ગુજરાતમાં કેટલા આવાસની આવશ્યકતા છે?

PC: indianexpress.com

ભારતમાં વધતા જતા શહેરીકરણના કારણે 60 કરોડ લોકોને શહેરોમાં વસવાટ કરવો પડી રહ્યો છે જ્યારે ગુજરાતમાં 3 કરોડ લોકો શહેરોમાં રહે છે. શહેરીકરણના કારણે શહેરોમાં લોકોને રહેવા માટે 11 કરોડ આવાસ જોઈશે, જે પૈકી ગુજરાતને 20 લાખ આવાસની જરૂરિયાત છે. ભારત અને ગુજરાતનું રિયલ એસ્ટેટ સેક્ટર ભલે મંદીનો સામનો કરતું રહ્યું પરંતુ બાંધકામ ઇન્ડસ્ટ્રીઝ ક્યારેય બંધ થવાની નથી. હાલ ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજીનો ગ્રોથ છે અને 2022 સુધીમાં 7.5 કરોડ લોકોને નવી જોબ મળશે કારણ કે આ સેક્ટર 2030 સુધીમાં ભારત એ વિશ્વમાં ત્રીજું મોટું કન્સ્ટ્રક્શન માર્કેટ બની જશે.

નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ અને KBMG ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે ભારતનું રિયલ એસ્ટેટ સેક્ટર ખૂબ તેજીથી આગળ વધી રહ્યું છે અને તે આગામી દસકા પછી વિશ્વમાં ત્રીજું સ્થાન હાંસલ કરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ડિયાની શહેરી વસતીમાં વધારો થઈ રહ્યો છે. 2015મા શહેરી વસતીનું પ્રમાણ 42 કરોડ સુધી પહોંચી ચૂક્યું છે અને તે 2030 સુધીમાં 60 કરોડ જેટલું થવાની ધારણા છે. હાલ દેશમાં છ કરોડ ઘરની જરૂરિયાત છે જેમાં બે કરોડ ઘરની આવશ્યકતા શહેરોમાં છે. એવું અનુમાન છે કે શહેરોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં 2022 સુધીમાં 11 કરોડ ઘરની જરૂરિયાત રહેશે.

હાઉસિંગ ફોર ઓલ વિઝનને સાકાર કરવું હશે તો પ્રતિદિન 43,000 ઘર બનાવવાની જરૂર રહેશે. આ ઘર માટે 2020 સુધીમાં બે લાખ કરોડ અમેરિકી ડોલરના ઇન્વેસ્ટમેન્ટની જરૂર રહેશે. જો કે આ પોસિબલ નથી, કેમ કે ઘર બનાવવાનો વિચાર કરવો અને તેનું પાલન કરવું એ સરકાર માટે અઘરી બાબત છે.

એકલા ગુજરાતમાં જ 20 લાખથી વધારે મકાનોની આવશ્યકતા છે. સરકાર એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમો તો બનાવે છે પરંતુ સરકાર પાંચ વર્ષમાં પહોંચી વળી શકે તેમ નથી. તેથી તેણે પ્રાઇવેટ રિયલ એસ્ટેટનો ઉપયોગ સસ્તાં ઘર બાંધવા માટે કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પણ સસ્તાં ઘર બનાવી આપે તેવા બિલ્ડરોની શોધખોળ ચાલી રહી છે કે જેઓ સરકારના પરામર્શમાં રહીને ઘર વિહોણાં પરિવારોને સસ્તાં ઘર આપી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp