ફરીવાર પાર્કિંગ બાબતે ગુજરાત સરકારે લીધો આ મહત્ત્વનો નિર્ણય

PC: carleton.ca

ગુજરાતમાં ફરી એકવાર મિલકતમાં પાર્કિંગ અનામત રાખવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે. પાર્કિંગ સ્પેસ સિવાયની ઇમારતોને બાંધકામની મંજૂરી આપવામાં નહીં આવે. સરકારે આ અંગેનો GR રિવ્યૂ કર્યો છે.

સરકારના આદેશનું પાલન રાજ્યની તમામ શહેરી સંસ્થાઓ તેમજ સત્તાવિકાસ મંડળને લાગુ પડશે. ખાસ કરીને જાહેર સ્થળની નજીકમાં પાર્કિંગની જગ્યા ઊભી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. બિલ્ડરોએ મિલકત બનાવતાં પહેલાં આ જગ્યાને અનામત રાખવી પડશે.

સરકાર નવી પોલિસીમાં એવી જોગવાઈ કરી રહી છે કે માર્ગ સાઇડે વાહનો પાર્ક થાય નહીં. દરેક મિલકતને પાર્કિંગની જગ્યા ફાળવવાની રહેશે. રાજ્ય રોડ સલામતી કાઉન્સિલના સભ્યો તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, શહેરી સત્તાવાળાઓ, શહેરી વિકાસ વિભાગ, રસ્તાઓ અને ઇમારતો વિભાગ અને તમામ સંબંધિત સત્તાવાળાઓના પ્રતિનિધિઓને મળ્યા હતા અને તેમને તમામ મુખ્ય જાહેર સુવિધાઓ માટે અનામત પ્લોટ્સમાં પાર્કિંગની સ્કીમ બનાવવા અંગે તાકીદ કરી હતી.

રાજ્યના શહેરોમાં જ્યાં ભૂગર્ભમાં પાર્કિંગની સુવિધા છે અને તેમાં દુકાનો કે ઓફિસ થઈ છે તે દૂર કરાવી પાર્કિંગ માટેની જગ્યા ખૂલ્લી કરાશે અન્યથા ઇમારતને સીલ કરી દેવામાં આવશે. સરકાર ટાઉન પ્લાનિંગ એક્ટ પ્રમાણેની સજાની જોગવાઈ પણ અમલમાં મૂકવા માગે છે. સરકારે રોડ સેફ્ટિ ઓથોરિટીમાં નવી નિયુક્તિ કરવાનું પણ નક્કી કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp