ગુજરાતના આ શહેરમાં ભૂમાફિયાઓ બેફામ, લેન્ડ ગ્રેબિંગની 800 જેટલી અરજીઓ થઈ છે

PC: khabarchhe.com

મે મહિનાના રિપોર્ટ મુજબ રાજકોટમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે 800 જેટલી અરજીઓ લેન્ડ ગ્રેબિંગની કરવામાં આવી છે. સૌપ્રથમ કલેક્ટરને ફરિયાદ મળે છે અને કલેક્ટરના હસ્તક વિવિધ પ્રકારની દસ્તાવેજની ચકાસણી કરવામાં આવે છે. દાખલ કરવામાં આવેલી છે અરજીઓમાં 42 અરજીઓમાં જ ફરિયાદ દાખલ થઇ છે બાકીની અરજીઓમાં હજુ સુધી ફરિયાદ દાખલ કરવામાં નથી આવી, કેમકે તેમાં કેટલીક અરજીઓ હજુ સુધી પેન્ડિંગ છે. તો કેટલીક અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે એવા પ્રકારની અરજીઓ પણ આવે છે કે જે લેન્ડ ગ્રેડિંગને લાયક નથી હોતી, તે પ્રકારની અરજીઓ દફતરે કરવામાં આવે છે.

પરંતુ મોટાભાગની અરજીઓ પર આગામી સમયમાં કમિટી બેસશે અને યોગ્ય ધારાધોરણ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવશે પરંતુ મોટી સંખ્યામાં અરજી રાજકોટ જિલ્લામાં કરવામાં આવી રહી છે.

તાત્કાલિક જમીન છૂટી થાય તેવી ભીતિથી કાયદો લવાયો છે. પરંતુ કલેક્ટરને ફરિયાદ મળે છે જેમાં કેટલાક કિસ્સાઓની અંદર હજુ સુધી FIR દાખલ કરવામાં નથી આવી જેથી આગામી સમયમાં આ કેસોમાં અરજી દાખલ થશે.

જમીનમાં ઘર ગેરકાયદેસર રીતે કબજો કરવા ના ઘણા બનાવો વારંવાર સામે આવતા રાજ્ય સરકાર દ્વારા આ કાયદો લાવવામાં આવ્યો છે જેમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp