26th January selfie contest
BazarBit

ટફની સબસિડી 10થી વધારી 40 ટકા કરો: સાંસદ દર્શનાબેનની સંસદમાં રજૂઆત

PC: instagram.com/smritiiraniofficial/

સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ શહેરના હીરા ઉદ્યોગ, જરી ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગની કેટલીક માંગોને લઈને સંસદમાં રજૂઆત કરતા નજરે પડ્યાં હતા. તેઓએ આ ત્રણેય ઉદ્યોગને રાહત આપવા ટફની સબસિડી છુટી કરવા અને સબસિડી વધારવાની માંગ કરતી રજૂઆતો સંસદમાં પોતાના વકતવ્યમાં કરી હતી.

સાંસદે સંસદમાં કહ્યું હતું કે, આ?તી ફ્રેબિક્સ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી, જરી ઉદ્યોગ પર જીએસટીમાં બદલાવ , સીપીટીપી અંગે પગલા લેવા, એનર્જી એફિશ્યન્ટ મશીનરી પર સબસિડી, ટફ સ્કીમ હેઠળ સબસિડી બાકી છે તે રિલિઝ કરવા અને નવી ટફ સબસિડી 10થી વધારીને 40 ટકા કરવા, જોબવર્કમાં આઈટીસી-40ને દુર કરવી, થ્રી-પીસ સુટ (ઘાઘરા-ચોલી) પર જે 12 ટકા જીએસટી છે તે ઘટાડીને 5 ટકા કરવા, હીરા ઉદ્યોગમાં પ્રવર્તમાન કોરાના વાઈરસને લઈને જે પરિસ્થિતિ થઈ છે તે માટે યોગ્ય પગલા લેવા, ઈન્કમટેક્સની વિવાદ સે વિશ્વાસ સ્કીમનો સમયગાળો વધારવા, રિઅલ એસ્ટેટ ઉદ્યોગને કંપનીનો દરજ્જો આપવો, કો.ઓપરેટિવ સેક્ટરમાં સરપ્રેસ એમેડમેન્ટ એક્ટમાં બદલાવ કરવો સહિતના સંખ્યાબંધ પ્રશ્નોના ઉકેલ માટે રજૂઆત કરી હતી

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp