ગૌતમ અદાણીએ 5069 કરોડની બોલી લગાવી મેળવ્યો ધારાવીનો રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ

PC: twitter.com

દેશ જ નહીં પરંતુ દુનિયાના સૌથી અમિર અને બિઝનેસમેન ગૌતમ અદાણીએ મોટી ડીલ સાઈન કરી છે. એશિયાનું સૌથી મોટું સ્લમ મુંબઈના ધારાવીના રિડેવલોપમેન્ટનું કામ દુનિયાના ત્રીજા નંબરના સૌથી ધનિક અને એશિયાના સૌથી અમિર વ્યક્તિ ગૌતમ અદાણી કંપની કરશે. આ દોડમાં તમામ કંપનીઓને પછાડતા અદાણી ગ્રુપની કંપની અદાણી રિયલ્ટીએ ધારાવી સ્લમના કાયાકલ્પના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની બોલી જીતી લીધી છે. હવે ગૌતમ અદાણીની કંપની આ પ્રોજેક્ટને પૂરો કરશે.

પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે, મહારાષ્ટ્ર સરકારે મંગળવારે 29 નવેમ્બરના ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે પ્રાપ્ત બિડ્સને ઓપન કરી હતી, જેમાં ઘણી દિગ્ગજ કંપનીઓ સામેલ હતી, જેમ કે પ્રોજેક્ટના એસવીઆર શ્રીનિવાસ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, તેના માત્ર ત્રણ બોલીઓ મળી બતી, જેમાંથી એક નમન ગ્રુપની બોલી બિડિંગમાં ક્વોલિફાઈ કરી શકી ન હતી. જેના પછી અદાણી રિયલ્ટી અને ડીએલએફની બોલીને ઓપન કરવામાં આવી હતી.

અદાણીના સીઈઓના કહેવા પ્રમાણે, ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી ગ્રુપ તરફથી આ પ્રોજેક્ટ માટે ડીએલએફની બીડથી બે ઘણી વધારે બોલી લગાવવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અદાણીની બોલી 5069 કરોડ હતી, જયારે જ્યારે ધારાવી રિડેવલપમેન્ટ માટે ડીએલએફની બોલી 2025 કરોડની હતી. તમને જણાવી દઈએ કે ધારાવી સલ્મનું ક્ષેત્ર 2.5 વર્ગ કિમીમાં ફેલાયેલું છે, જેની પરિયોજના માટે સરકારે સાત વર્ષની સમયસીમા નક્કી કરી છે.

અસલમાં સરકારે આ માટે સંપૂર્ણ પ્લાનિંગ કરી લીધું છે. સરકારે એ નકકી કર્યું હતું કે કોઈ કંપની સાથે કરાર કરી સ્લમ એરિયાને ડેવલપ કરશે. ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટથી આ એરામાં નાની ઝૂપડીઓમાં રહેતા લોકોને ઘણો ફાયદો થશે. સરકાર મુંબઈને સારું બનાવવાની દિશામાં આ મોટું પગલું ભરી રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ ધારાવીની ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોને ફ્રીમાં ઘર મળશે, જેનાથી તેમનું જીવન સ્તર વધશે. કમેન્સમેન્ટ સર્ટિફિકેટ આપ્યા પછી પહેલા ચરણનું કામ સાત વર્ષમાં પૂરું થઈ જશે તેવું માનવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ ઝૂપડીઓમાં રહેતા 6.5 લાખ લોકોના પુનર્વાસ કરવાનો લક્ષ્ય છે. ધારાવીના આ આખો પ્રોજેકટ આશરે 20000 કરોડ રૂપિયાથી વધારાનો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp