ગુજરાતમાં સરકારી જમીનનું મૂલ્યાંકન હવે કેમ મોંઘુ પડશે?

PC: Frontline.com

ગુજરાતમાં સરકારી જમીન લેવી ઉદ્યોગો માટે દુષ્કર બની જશે, કેમ કે સરકારે સરકારી જમીનના મૂલ્યાંકન દરોમાં વધારો કર્યો છે. ઉદ્યોગોને તો ખાનગી જમીન લેવામાં વધારે દામ ચૂકવવા પડે છે તેમ હવે સરકારી જમીન લેવામાં પણ મોંઘા દામ ચૂકવવા તૈયાર રહેવું પડશે.

સરકારી જમીન મૂલ્યાંકન માટે વર્ષો પહેલાં એક પોલિસી બનાવવામાં આવી હતી પરંતુ તેમાં જંત્રી રેટ કરતાં અનેકગણા ભાવ હોવાથી તે પોલિસીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુધારી નવી પોલિસી ગયા મે મહિનામાં બહાર પાડી હતી.

આ નવી પોલિસી બજારમાં આવી અને જિલ્લાકક્ષાએ જમીન મૂલ્યાંકન કરવામાં આવ્યા ત્યારે સરકારને ખબર પડી કે આ પોલિસીમાં જે દરો મૂકવામાં આવ્યા છે તે બજાર દર અને જંત્રી દર કરતાં અનેક ગણા ઓછા થઈ ચૂક્યાં છે. સરકારી જમીનની કિંમત તળીયે આવી ગઈ હતી.

સરકારે આ આદેશને બે મહિનાના ટૂંકાગાળામાં અટકાવી મે મહિનાની પોલિસી રદ કરી તેના સ્થાને નવેસરથી ભાવ નક્કી કરવા સૂચના આપવામાં આવી હતી. હવે રાજ્યના મહેસૂલ વિભાગના એ. બી. પટેલની સહીથી નવી પોલિસી બહાર પાડવામાં આવી છે અને તેમાં જંત્રી રેટ કરતાં વધુ પરંતુ બજાર રેટ કરતાં ઓછા દરો નક્કી કરવામાં આવ્યા છે.

સરકારે નવો જીઆર બહાર પાડતાં ત્રણ મહિનાની જે દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે તેને રદબાતલ કરીને નવેસરથી જમીનના દરો લાગુ કરવામાં આવશે. મહેસૂલ વિભાગમાં આવા કેસોની સંખ્યા 2000 જેટલી છે જેમાં નવા દરો લાગુ પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp