કેન્દ્ર સરકારના કર્મચારીઓને નવું ઘર લેવા માટે 25 લાખ એડવાન્સ મળશે

PC: csdtitsolution.com

કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને નવી ભેટ આપી છે. એ કર્મચારીઓને નવું ઘર બનાવવા કે ખરીદવા માટે 25 લાખ રૂપિયા સુધીનું એડવાન્સ આપવાની જાહેરાત કરી છે.એ એડવાન્સ માટે 8.5 ટકાનું વ્યાજ આપવું  પડશે.

સરકાર હાઉસિંગ સેક્ટરની મંદી દૂર કરવા માટે સરકારના પ્રયાસના ભાગરૂપે આ સ્કિમ ચાલુ કરાઇ રહી છે.એમ તો આ પહેલાં પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓને ઘર લેવા માટે 7.50 લાખનું એડવાન્સ મળતું હતું. હાઉસિંગ બિલ્ડીંગ એડવાન્સની સુવિધા માટે મહિને 21459 રૂપિયાનો માસિક હપ્તો આપવો પડશે. બે દાયકામાં 51.50 લાખ ચૂકવવા પડશે. મતલબ કે 25 લાખની લોન પાછળ 26.50 લાખ ચૂકવવા પડશે.

ગુજરાતમાં પણ આ યોજના શરૂ થાય એવા આસાર છે. ગુજરાતમાં પણ હાઉસિંગ સેક્ટરમાં હાલમાં મંદી ચાલે છે, ત્યારે તેમાં તેજીનો માહોલ લાવવા માટે આ પ્રકારની સરકારની સ્કિમ દાખલ થાય એ જરૂરી છે. રીયલ એસ્ટેટમાં પણ અત્યારે મંદીનો માહોલ જોવા મળે છે. રીયલ એસ્ટેટ સેક્ટરમાં તેજીનો માહોલ હાઉસીંગમાં તેજી સાથે સંકળાયેલી છે. રાજ્ય સરકારના કર્મચારીઓને એ લાભ મળે તો ઘરની ખરીદીમાં તેજી આવવા સંભવ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp