બુલેટ ટ્રેન માટે અધિગ્રહણ થયેલી જમીન પર મળેલા પૈસા પર નહીં લાગે ટેક્સ: કોર્ટ

PC: timesofindia.indiatimes.com

વડાપ્રધાન મોદીની મહત્વાકાંક્ષી પરિયોજના મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અધિગ્રહણ કરવામાં આવેલી જમીનના પૈસા વિશે બોમ્બે હાઇકોર્ટનું કહેવું છે કે, તેના પર કોઇ ટેક્સ લગાવવામાં આવશે નહીં. હાઇકોર્ટે કહ્યું કે, આયકર વિભાગે તેના પર સંશોધન કરવું પડશે અને રકમની પાછી આપવા માટે પગલા લેવા પડશે.

મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના માટે અધિગ્રહણ કરવામાં આવેલી જમીન માટે આપવામાં આવેલી રકમ પર બોમ્બે હાઇકોર્ટનું માનવું છે કે, તે પૈસા પર આવકવેરો લગાવી શકાતો નથી. જસ્ટિસ એસ ગંગાપુરવાલા અને જસ્ટિસ એમ જી સેવલીકરની ખંડપીઠે ગુરુવારે સીમા પાટિલ દ્વારા દાખલ કરવામાં આવેલી પીટીશન પર પોતાનો આદેશ સંભળાવ્યો છે. સીમા પાટિલે થાણા જિલ્લાના ભિવંડીમાં પોતાની સંપત્તિનું અધિગ્રહણ થયા બાદ એનએચએસ આરસીએલ દ્વારા કાપવામાં આવેલા આવકવેરાની વાપસી માટે કોર્ટમાં પીટીશન દાખલ કરી હતી.

તેની પીટીશનની સુનાવણી પછી કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, પીટીશન કર્તાની જમીન એક પબ્લીક પ્રોજેક્ટ માટે અધિગૃહિત કરવામાં આવી હતી. ખાનગી વાતચીત અને ખરીદી દ્વારા સંપત્તિની અધિગ્રહણને એક પબ્લિક પ્રોજેક્ટની પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે કહેવાયું હતું. પીઠે કહ્યું કે, જો બન્ને પક્ષ વાતચીત અને સીધી ખરીદીથી સંમત નહીં હશે, તો અનિવાર્ય અધિગ્રહણનો સહારો લેવામાં આવે છે.

તે સિવાય રકમ માટે વર્તમાન મુદ્દામાં કોઇ આવકવેરો નથી લગાવી શકાતો. તેથી NHSRCL પીટીશનકર્તાને ભોગવટા માટે આપવામાં આવેલી રકમનો TDS નથી કપાતો. પીઠે કહ્યું કે ખાનગી વાતચીત અને વેચાણ વિલેખ દ્વારા NHSRCLને એક મહિનાની અંદર સંશોધિત વવરણ જમા કરવા માટે અને પાટિલને પૈસા પાછા આપવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે.

સુનાવણી દરમિયાન પાટિલની વકીલ દેવેન્દ્ર જૈને તર્ક આપ્યો હતો કે, ભૂમિ અધિગ્રહણ, પુનર્વાસ અને પુનર્વાસ અધિનિયમમાં ઉચિત રકમ અને પારદર્શિતાના અધિકારને પ્રાવધાન અનુસાર સમજુતી હેઠળ ભોગવેલી રકમમાં આવકવેરામાં છૂટ આપવામાં આવે છે.

જોકે, NHSRCLનું કહેવું છે કે, પીટીશન કર્તાને મળેલા પૈસા ટેક્સેબલ હતા. તેની પાછળ તેમણે તર્ક આપ્યો કે, અધિગ્રહણ પાર્ટીઓ વચ્ચે એક સમજૂતી દ્વારા કરવામાં આવ્યું હતું અને તે કોઇ અનિવાર્ય અધિગ્રહણ નહોતું. તેના માટે આવકવેરાના નિયમો અનુસાર ટેક્સ કાપવામાં આવ્યો હતો. NHSRCL કહ્યું કે, કાપવામા આવેલા ટેક્સને પહેલેથી જ ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટ પાસે જમા કરીને પાટિલે સર્ટીફિકેટ પણ સોંપી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp