6 મહિનામાં અંબાણીએ દુબઈમાં વધુ એક વિલા ખરીદ્યો, 163 મિલિયન ડોલર સાથે સૌથી મોંઘો

PC: gqindia.com

દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિ અને એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો. રિલાયન્સના ચેરમેને થોડા દિવસો પહેલા દુબઇમાં 80 મિલિયન ડોલરમાં એક રેઝિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદી હતી અને હવે તેનાથી બે ગણી કિંમતમાં આલિશાન વિલા ખરીદી છે. આ વિલાની કિંમત લગભગ 163 મિલિયન ડોલર કહેવાઇ રહી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીએ થોડા મહિના પહેલા જ દુબઇમાં આ બીજી મોટી પ્રોપર્ટીનો સોદો કર્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, ગયા સપ્તાહમાં રિલાયન્સના ચેરમેને કુવૈતી ટાઇકુન મોહમ્મદ અલશાયાના પરિવાર પાસેથી લગભગ 163 મિલિયન ડોલરમાં પામ જમેરાહ વિલા ખરીદી છે. નામ ન જાહેર કરવાની શરતે આ મુદ્દે એક જાણકારના હવાલાથી આ વાતની જાણકારી મળી છે.

મુકેશ અંબાણીની આ ડીલને દુબઇમાં મોંઘા આવાસીય ડીલમાંની એક ગણાવી છે. કુવૈતના દિગ્ગજ કારોબારી ગ્રુપ અલશાયા પાસે સ્ટારબક્સ, H&M અને વિક્ટોરિયાઝ સીક્રેટ સહિત અન્ય મોટી રિટેલ બ્રાન્ડ્સની સ્થાનિક ફ્રેન્ચાઇઝી છે. મુકેશ અંબાણીએ પામ જમેરાહમાં પ્રોપર્ટી ખરીદ્યા બાદ આ ક્ષેત્રમાં વિશ્વના કેટલા અન્ય રઇસો દ્વાર પ્રોપર્ટી ખરીદવાની હોડ લાગી ગઇ.

રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણે દુબઇમાં જે જમેરાહ વિલાને ખરીદી છે, તે એ વર્ષની શરૂઆતમાં તેમના દ્વારા ખરીદાયેલા 80 મિલિયન ડોલરના વિલાથી થોડા અંતર પર જ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, 2022ની શરૂઆતમાં મુકેશ અંબાણીએ પામ જમેરાહ બીચ પર આ વિલાને પોતાના સૌથી નાના દીકરા અનંત અંબાણી માટે ખરીદ્યો હતો.

ગયા વર્ષે રિલાયન્સ ગ્રુપે યુકેમાં સ્ટોક પાર્ક લિમિટેડને ખરીદવા માટે 79 મિલિયન ડોલર ખર્ચ કર્યા હતા. તેમાં જ્યોર્જિયાઇ યુગની વિલા શામેલ છે, જેને મુકેશ અંબાણીએ મોટા દિકરા આકાશ અંબાણી માટે ખરીદી હતી. મુકેશ અબાણી ન્યુયોર્કમાં પણ એક મોટી સંપત્તિની તલાશમાં છે. રિલાયન્સના ચેરમેન ફોર્બ્સ અનુસાર, 88.3 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વના આઠમા સૌથી અમીર વ્યક્તિ છે અને એશિયામાં ગૌતમ અદાણી બાદ સૌથી મોટા રઇસ છે.

દુબઇમાં લેન્ડ ડિપાર્ટમેન્ટે આ સપ્તાહમાં 16.3 કરોડ ડોલરમાં પામ જમેરાહની ડીલની સૂચના આપી છે. રિલાયન્સના પ્રવક્તાએ આ મુદ્દે કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવા પર ઇનકાર કર્યો છે. જ્યારે, અલશાયાના પ્રતિનિધિઓએ પણ આ વિશે કોઇ જવાબ નથી આપ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp