ફ્લેટ ન આપવા પર NCRના ત્રણ મોટા બિલ્ડરની ધરપકડ, 200 કરોડની છેતરપીંડીનો આરોપ

PC: headtopics.com

દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ શનિવારે નોઇડાના 3સી બિલ્ડરના ત્રણ ડિરેક્ટર્સને પ્રોજેક્ટ પૂર્ણ ન કરવા પર ધરપકડ કરવામાં આવી છે. ત્રણે પર ફ્લેટ આપવાનું આશ્વાસન આપી ખરીદદારો પાસેથી રૂ.200 કરોડની ઠગાઇ કરવાનો આરોપ છે.

આરોપીઓની ઓળખાણ દિલ્હીના પંચશીલ પાર્ક માં રહેતા નિર્મલ શાહ, સૈનિક ફાર્મ નિવાસી સુરપ્રિત સિંહ સૂરી અને ફ્રેંડ્સ કોલોનીમાં રહેતા વિધુર ભારદ્વાજ તરીકે કરવામાં આવી છે. પોલીસે શનિવારે ત્રણેયને કોર્ટમાં રજૂ કર્યા હતા .જ્યાંથી તેમને ત્રમ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર કંપનીએ ખરીદદારોને 39 મહિનામાં ફ્લેટ આપવાનો વાયદો કરી તેમની પાસેથી 90 ટકા રકમની વસૂલાત કરી હતી. પરંતુ ચાર વર્ષ વિત્યા બાદ પણ હાલમાં પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી. ફ્લેટ ખરીદદારોએ તેની ફરિયાદ દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખામાં કરી હતી .પોલીસે કંપની વિરૂધ્ધમાં કેસ નોંધી તપાસ શરૂ કરી છે. અે 6ણેયની ધરપકડ કરી છે. ત્રણેય બિલ્ડરો પર છેતરપીંડીના અન્ય કેસ પણ ચાલી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp