2.67 લાખ રૂપિયાની સબસિડી આપીને રિયલ એસ્ટેટ કંપનીએ 500 કરોડની પ્રોપર્ટી વેચી

PC: proptiger.com

દેશની જાણીતી રિયલ એસ્ટેટ કંપની ઇન્વેસ્ટર્સ ક્લીનિકે સાત દિવસના સેલ બજેટમાં પ્રોપર્ટી ખરીદવા ઇચ્છુક લોકોને PMY સ્કીમ યોજના હેઠળ 2.67 લાખ રૂપિયા સુધીની સબસિડીના લાભ આપીને 500 કરોડ રૂપિયાથી વઘુની પ્રોપર્ટી વેચવાનો દાવો કર્યો છે. ઇનવેસ્ટર્સ ક્લિનીકે પોતાના મેગા ઇવેન્ટ ‘ પ્રોપર્ટી કે સબસે સસ્તે સાત દિન’ માં 1200 પ્રોપર્ટી વેચી હતી જે કુલ 10 લાખ સ્કેવર ફિટની છે. રહેણાંક અને વ્યવસાયિક બેંને પ્રકારની પ્રોપર્ટી મળીને કુલ વેચાણ 500 કરોડથી વધારે કરવામાં આવ્યું છે.

આ પ્રોપર્ટી નોઇડા, ગ્રેટર નોઇડા વેસ્ટ, યમુના એક્સપ્રેસ વે, ગાઝિયાબાદ, ગુરૂગ્રામ અને નોઇડા એક્સપ્રેસ વે સહિત આખાં NCR માં છે. સૌથી વધારે આકર્ષણ ગ્રેટર નોઇડા અને યમુના એક્સપ્રેસ વે માટે જોવામાં આવ્યું છે. કંપની આના માટે મુખ્ય કારણ મેટ્રોના જોડાણને ગણાવે છે. કંપનીના CEO મુજબ કંપનીએ ગ્રાહકોના એફોર્ડેબલ રેંજનું ખાસ ધ્યાન રાખ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp