ભારતનો એવો વિસ્તાર જ્યાંનું ભાડું સાન ફ્રાન્સિસ્કો કરતા પણ વધારે છે

PC: https://www.aajtak.in

દેશની રાજધાની દિલ્હીનો એક વિસ્તાર એવો છે જયાં ઓફીસનું ભાડું અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો કરતા પણ વધારે છે. ભાડા વધારામાં દિલ્હીનો રેંક ગયા વર્ષે 25મો હતો, આ વર્ષે 17માં ક્રમે આવી ગયો છે. 

ઇન્ટરનેશનલ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ જેએલએલ દુનિયાભરના મુખ્ય રિઅલ એસ્સેટ માર્કેટના ભાડાની યાદી તૈયાર કરતું હોય છે. આ વર્ષે આ લિસ્ટમાં દિલ્હીએ જબરદસ્ત છલાંગ લગાવી છે. યાદીમાં જણાવ્યા મુજબ દિલ્હીનું હાર્ટ ગણાતું કનોટ પ્લેસ અત્યારે દેશમાં સૌથી મોંઘું ઓફીસ સ્પેસ માર્કેટ છે. અહીં ઓફીસોના ભાડા અમેરિકાના કેલિફોર્નિયાના શહેર સેન ફ્રાન્સિસ્કો કરતા પણ વધારે મોંઘા છે.

ઇન્ટરનેશનલ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ જેએલએલએ Premium Office Rent Tracker(PORT) તૈયાર કર્યું છે તેના કહેવા મુજબ, દિલ્હીના કનોટ પ્લેસમાં દર વર્ષે એક પ્રીમિયમ ઓફીસનું ભાડું એવરેજ 109 ડોલર ( અંદાજે 8290 રૂપિયા) સ્કેવર ફુટ દીઠ હોય છે. કોઇ પણ ઓફીસ સ્પેસ માટે દેશમાં સૌથી વધારે ભાડું છે. વૈશ્વિક સ્તર પર જોઇએ તો એ સેન ફ્રાન્સિસ્કો કરતા પણ વધારે છે.

દેશના અન્ય શહેરની વાત કરીએ તો મુંબઇમાં આવેલા બાંદ્રા –કુર્લા કોમ્પેલેક્સ (BKC) કે જયાં મોટાભાગની ડાયમંડની ઓફીસો છે ત્યાં વર્ષે એવરેજ ભાડું 102 ડોલર ( અંદાજે 7760 રૂપિયા) સ્કવેર ફુટ દીઠ છે.

PORTએ ભારતના અન્ય શહેર ચેન્નાઇની પણ વાત કરી છે જયાં ભાડું સસ્તું છે. PORTના કહેવા મુજબ ચેન્નાઇમાં એક પ્રીમિયમ ઓફીસનું વર્ષનું ભાડું એવરેજ 21 ડોલર ( અંદાજે 1600 રૂપિયા ) સ્કવેર ફુટ દીઠ હોય છે. PORTના કહેવા મુજબ ચેન્નાઇ દુનિયાનું ચોથા નંબરનું સૌથી ઓછું ભાડું ધરાવતું શહેર છે. PORTએ આ વર્ષમાં દુનિયાના 112 શહેરની 127 ઓફીસ સ્પેસ માર્કેટની યાદી તૈયાર કરી છે.

PORTના રિપોર્ટ મુજબ જોઇએ તો વૈશ્વિક સ્તરે ગયા વર્ષે ઓફીસ ભાડાના મામલે દિલ્હીનું રેટીંગ 25માં નંબર પર હતું, જે આ વખતે 17માં નંબર પર આવી ગયું છે. મતલબ કે છેલ્લાં 1 વર્ષમાં દિલ્હીમાં ઓફીસના ભાડા વધ્યા છે. જયારે મુંબઇના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સનું રેકીંગ ગયા વર્ષે 23 હતું, જે આ વર્ષે ઘટીને 22 થયું છે. જયારે મુંબઇનું સેન્ટ્ર બિઝનેશ ડિસ્ટ્રીકટ 63માં નંબર પર છે, જયાં વર્ષે ઓફીસનું ભાડું 58 ડોલર( અંદાજે 4410 રૂપિયા) સ્કેવર ફુટ દીઠ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp