દેશમાં ફક્ત 6500 લોકોએ માન્યું કે તેમની પાસે રહેવા માટે એકથી વધુ ઘર છે

PC: timesnownews.com

અમીર લોકો માટે પૈસાનું રોકાણ કરવાનો બીજો પસંદગીનો વિકલ્પ છે, બીજુ ઘર ખરીદવું. પણ તેને તેઓ પોતાના income tax declarationમાં દેખાડવા માંગતા નથી. ટેક્સ રિર્ટનના મામલાઓમાં એ વાત સામે આવી છે કે, ભારતમાં હાઉસિંગ બજાર કેટલું અપારદર્શી છે. જ્યાં માત્ર 6537 લોકોએ જ કબૂલ્યું છે કે તેમની પાસે એકથી વધારે ઘર છે, જેમાં તેઓ રહે છે.

વિત્ત મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ નામ ન લેવાની શરતે કહ્યું હતું કે, ટેક્સ રિસર્ચ યૂનિટના આંકડાઓ દેખાડે છે કે આકારણી વર્ષ 2017-18માં બે કે બેથી વધારે ઘરોમાં રહેનારા લોકોની સંખ્યા માત્ર 6,537 છે.

કેટલા લોકો પાસે છે ઘરઃ

ઉચ્ચ અધિકારી કહે છે કે, આકારણી વર્ષ 2017-18માં 4.94 કરોડ લોકોએ રિટર્ન ફાઈલ કર્યું હતું. તેના વિશ્લેષણથી જાણ થઈ કે 1.14 કરોડ લોકોએ પોતાની રહેણાક મિલકતથી થનારી આવકની ઘોષણા કરી છે. આ કરદાતાઓમાંથી 90 ટકા લોકો પાસે માત્ર 1 ઘર છે. તો 65 ટકા લોકોએ જણાવ્યું કે, તેમની રહેણાક મિલકત પર તેમનો પોતાના કબ્જો છે. અને જે લોકોએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેમની પાસે એકથી વધારે ઘર છે તેમની સંખ્યા 6537 છે.

IT અધિકારીનું કહેવું છે કે, લોકો આયકર વિભાગથી પોતાના વાસ્તવિક ઘરોની સંખ્યા છુપાવે છે. પાછલા વર્ષે રાષ્ટ્રીય સ્તરે જેટલા લોકોએ એકથી વધારે ઘરોની જાહેરાત કરી છે, તેમાંથી વધારે માત્ર ગુરુગ્રામમાં છે.

પાછલા વર્ષે એવો નિયમ હતો કે જો તમારી પાસે એકથી વધારે રહેણાક સંપત્તિ હોય તો તમારે સંભવિત ભાડાની આવક માટે ટેક્સ ચૂકવવાનો રહેતો હતો. જો એક વ્યક્તિ પાસે 1થી વધારે આવાસીય ઘર છે, તો તમારી પાસે વિકલ્પ હતો કે, એક ઘરને તમે પોતાના રહેવા માટે જાહેર કરો અને બીજા ઘર વિશે એવું માનવામાં આવતું હતું કે તેને તમે ભાડેથી આપવા માટે ઉપયોગ કરશો. અને તે સંભવિત આવક પર અમુક કપાત બાદ તમારે ટેક્સ ચૂકવવાનો રહેતો હતો.

ફાઈનાન્સ એક્ટ 2019માં સરકારે બે મકાન હોવા પર એક મકાન માટેના સંભવિત ભાડાના મકાનની જોગવાઈ હટાવી દીધી છે. જોકે, બેથી વધારે ઘર હોવા પર મકાન માલિક પર હજુ પણ એ જ નિયમ લાગૂ પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp