અમદાવાદમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં સામે આવી પોલંપોલ, લોકોએ મચાવ્યો હોબાળો

PC: youtube.com

મેગાસિટી અમદાવાદમાં મુખ્યમંત્રી આવસ યોજના અંતર્ગત બનાવામાં આવેલા મકાનોમાં લોકોને પડતી અસુવિધાઓના કારણે હોબાળો મચ્યો છે. આવાસમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે, તેમની પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓની સમસ્યાનો નિકાલ અધિકારીઓ દ્વારા લાવવામાં આવ્યો નથી. અસુવિધાના કારણે રોષે ભરાયેલા લોકો મોટી સંખ્યમાં એકઠાં થઇને ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ પર પહોંચ્યા હતા.

સ્થાનિકોના આક્ષેપો છે કે, મકાનો બાંધીને તેમને આપી દેવામાં આવ્યા છે. પરંતુ તેમને ઘણી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે. તેમણે આ મામલે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારોઓને છેલ્લા દોઢ વર્ષમાં ઘણી ફરિયાદો કરી હતી, પરંતુ અધિકારીઓ તેમની ફરિયાદને ગણકારતા નથી. આ જ કારણે લોકો મોટી સંખ્યામાં ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરી પર પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. ઘટનાને પગલે અધિકારીઓ દ્વારા પોલીસને ફોન કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પડવાના પ્રયાસો કર્યા હતા.

સ્થાનિકોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારી એપ્લિકેશનો આ લોકોએ ફાઈલ કરીને મુકી રાખી છે. કોઈ જાણ નથી કરતા અને કોઈ એક્શન નથી લેતા. આ લોકોએ ફ્રોડ કર્યા છે, અમારા રૂપિયા દબાવીને બેસી ગયા છે. દિવાલોમાં તિરાડ પડી છે એવા અન્ય ઘણા બધા પ્રોબ્લેમ્સ છે.

અન્ય રહીશોએ જણાવ્યું હતું કે, ત્યાં જે STP પ્લાન નાંખેલો છે, તે પ્લાન્ટમાં ગટર લાઈનનું પાણી ફિલ્ટર કરીને ગાર્ડનમાં જાય, આજે એ પ્લાન્ટ બંધ છે. ત્યાંથી બધા જતા રહ્યા છે, ત્યાં કોઈ છે નહીં. અત્યારે આખી સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp