ગુજરાતમાં જમીન-મિલકતના ભાવ ભડકે બળશે, જાણો કેમ

PC: leinsterexpress.ie

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી ગુજરાત સરકાર જંત્રીના દરોમાં ધરખમ વધારો કરી શકે છે, કારણ કે જો અત્યારે જંત્રીના દર વધારે તો ભાજપ માટે નેગેટીવ સ્થિતિ ઉત્પન્ન થાય તેમ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જંત્રીના દર રિવાઇઝ કરવાની સૂચના આપી છે પરંતુ તેઓએ જાહેર કરવા સામે પ્રતિબંધ મૂક્યો છે.

રાજ્ય સરકારે સરકારી જમીનના મૂલ્યાંકન માટે મે 2018મા એક પોલિસી બનાવી હતી અને તેનો અમલ શરૂ કર્યો ત્યારે સરકારને ધ્યાનમાં આવ્યું કે સરકારી જમીનના દરો ખૂબ ઓછા થયા છે તેથી તે પોલિસીને રદ કરી નવી પોલિસી બનાવી છે. આ પોલિસીમાં જંત્રીના દરો નહીં પણ બજારભાવ ધ્યાને લેવામાં આવ્યા છે. તેથી નવી પોલિસીમાં મૂલ્યાંકનના દરોમાં ધરખમ વધારો થયો છે.

મહેસૂલ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે સરકારે બનાવેલી જંત્રીના દર અને બજાર કિંમત વચ્ચે જમીન આસમાનનું અંતર છે. તેથી જંત્રીના વર્તમાન દરો રિવાઇઝ કરવાની આવશ્યકતા છે. જો સરકાર જંત્રીના દરો વધારશે તો જમીન અને મિલકતોના ભાવ આસમાને જઈ શકે છે.

સરકાર જમીન મૂલ્યાંકનમાં નવી નીતિ અમલ કરવા જઈ રહી છે ત્યારે અરજદારને બજારભાવ કરતાં ઓછા ભાવે જમીન મળશે પરંતુ તે જંત્રીના દરો કરતાં ઘણી વધારે હશે. મહેસૂલ મંત્રીએ તેમના અધિકારીઓને કહ્યું છે કે જંત્રીના દરો હમણાં વધારવા નહીં, કેમ કે લોકસભાની ચૂંટણી છે. આ સંજોગોમાં જંત્રીના આ દરોમાં સુધારો લોકસભાની ચૂંટણીમાં થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp