નાના શહેરોમાં પ્રોપર્ટીના ભાવ ધીમે ધીમે વધી રહ્યાં છે

PC: Business.com

રિયલ એસ્ટેટમાં મંદી હોવાનું કહેવાય છે પરંતુ હકીકતમાં પ્રોપર્ટીના ભાવમાં મંદીની અસર હેઠળ ઘટાડો થતો નથી. ગુજરાતમાં રિયલ્ટી સેક્ટર ઠંડુ છે જમીન અને મકાનના સોદા ઓછા થાય છે પરંતુ જે થાય છે તેમાં 10 થી 12 ટકાનો નજીવો ફેરફાર જોવા મળે છે, કારણ કે ખોટ ખાઇને પ્રોપર્ટી વેચવી એ બિલ્ડર લોબીને પોસાય તેમ નથી.

કેન્દ્ર અને રાજ્ય સરકારે એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ શરૂ કરી છે જેનો મુખ્ય આશય વધેલા પ્રોપર્ટીના ભાવ ડાઉન થાય પરંતુ તેમ થતું નથી ઉલ્ટાનું નાના શહેરોમાં પ્રોપર્ટીના ભાવમાં નજીવો વધારો થયો છે. એક પ્રોપર્ટી કન્સલ્ટન્ટના કહેવા પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધેલાં કામકાજ તથા રિયલ એસ્ટેટ ડેવલપર્સ દ્વારા અફોર્ડેબલ હાઉસિંગ પર વધુ ભાર મૂકવાને કારણે નાનાં શહેરો અને પરા વિસ્તારોમાં મકાનોની કિંમતમાં વધારો થયો છે. સ્માર્ટ સિટી પ્રોગ્રામ હેઠળ આવતાં શહેરોમાં કિંમત વૃદ્ધિ ઝડપી અને વધુ રહેશે.

રિયલ એસ્ટેટે ક્ષેત્રે માત્ર મેટ્રો શહેરોમાં જ રોકાણ જોવાતું હતું પરંતુ હવે નાનાં શહેરોમાં રસ વધી રહ્યો છે તેમ એનારોક પ્રોપર્ટી કન્સલ્ટન્ટના ચેરમેન કહે છે કે જમીનની નીચી કિંમતને કારણે નાનાં શહેરો અને પરા વિસ્તારોમાં મકાનોની કિંમત પ્રમાણમાં નીચી હોય છે જેને કારણે બિલ્ડર્સની અનુકૂળતા પણ જળવાઈ રહે છે.

અનેક નાનાં શહેરોમાં આર્થિક ગતિવિધિઓમાં વધારો થવા ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૃદ્ધિ થઈ છે જેને પરિણામે ઘણે અંશે મેટ્રો શહેરોમાં થતા સ્થળાંતરમાં ઘટાડો થયો છે. માગમાં થઈ રહેલા વધારાને પગલે આ શહેરો અને પરગણાઓમાં મકાનોની કિંમતમાં ધીમે ધીમે વધારો થાય તેવી શક્યતા છે.

સ્માર્ટ સિટી હેઠળ આવરી લેવાયેલાં શહેરોમાં મકાનોની કિંમતમાં થનારી વૃદ્ધિ ઝડપી અને વધુ રહેશે. જો કે આ જોકને ઉત્તમ માનવામાં આવે છે કેમ કે મોટા શહેરો પર વસતી વધારાનું ભારણ ઓછું થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp