ગુજરાતના રિયલ એસ્ટેટને ફટકો, રોકડની તંગી સર્જાઇ છે

PC: dnaindia.com

ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં દિવાળીથી નાણાકીય પ્રવાહિતાની ખેંચ જોવા મળી રહી છે અને નિષ્ણાતોના જણાવ્યા મુજબ જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં રોકડની તંગી સ્પષ્ટપણે જોવા મળી શકે છે. તાજેતરમાં કેટલાક ડેવલપરોએ બૂકિંગ કેન્સલેશનનો પણ સામનો કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રીમિયમસેગમેન્ટના રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સમાં વધારે અસર જોવા મળી રહી છે. જમીનોના સોદામાં પણ વિલંબ થઈ રહ્યો છે.

શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે દિવાળીના તહેવારોમાં મોટા ભાગના ડેવલપરો પેમેન્ટ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા અને તેના કારણે તેઓ પણ અનેક પેમેન્ટ કરી શક્યા નહોતા. દિવાળી બાદ પણ બજારમાં ખાસ નાણાકીય પ્રવાહિતા નથી અને કેટલાક બૂકિંગ પણ કેન્સલ થઈ રહ્યા હોવાના અહેવાલ છે.

ગુજરાતમાં RERA કાયદાના કારણે પણ બિલ્ડર્સ લોબી નારાજ છે. પ્રોજેક્ટ્સમાં ક્વેરીઓ આવતાં પ્રોજેક્ટ્સ મંજૂર થવામાં વિલંબ થાય છે. વળી વ્હાઇટના પેમેન્ટના કારણે નફાનું પ્રમાણ પણ ઘટ્યું છે. સરકાર તરફથી કોઇ રિલેક્શેસન નહીં મળે તો ગુજરાતના રિયલ એસ્ટેટની હાલત નાજૂક બની શકે છે તેવું આ અધિકારીએ કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp