RERAનો કાયદો છતાં બિલ્ડરોની ગ્રાહકો સાથે મનમાની, સુપ્રીમે કહ્યું કેન્દ્ર સરકાર..

PC: thehindu.com

ઘર ખરીદનારા ગ્રાહકો સાથે મનમાની કરતા બિલ્ડર્સ પર અંકુશ મુકવા માટે Real Estate Regulatory Authority (RERA)ની વર્ષ 2016માં સ્થાપના થવા છતા હજુ કેટલાંક કિસ્સાઓમાં બિલ્ડર્સની મનમાની ચાલી જ રહી છે. સર્વોચ્ય અદાલત ઘર ખરીદનારા લોકોના હિતોની વારંવાર ચિંતા કરે છે. બિલ્ડર્સ દ્રારા કરવામાં આવતા કરારમાં ગ્રાહકો સાથેની મનમાની રોકવા માટે સુપ્રીમ કોર્ટ  મોડલ બિલ્ડર-બાયર એગ્રીમેન્ટ પર ભાર આપે છે. સોમવારે સર્વોચ્ય અદાલતે ફરી એકવાર કેન્દ્ર સકારને RERAની જોગવાઇઓ હેઠળ એક સમાન નિયમ બનાવવા પર વિચાર કરવા કહ્યું છે.

આમ તો રિઅલ એસ્ટેટ એક્ટ 2016 કાયદો 1 મે 2016થી લાગૂ છે., જેનો હેતુ રિઅલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ વધારવાનો અને ઘર ખરીદનારા ગ્રાહકોના હિતોની રક્ષા કરવાનો હતો. આ અધિનિયમ રિઅલ એસ્ટેટ ક્ષેત્રના નિયમન માટે દરેક રાજ્યમાં રિઅલ એસ્ટેટ રેગ્યૂલેટરી ઓથોરિટી (RERA)ની સ્થાપના કરવામાં આવેલી છે.

RERA દ્રારા, સરકારે જવાબદાર અને પારદર્શક રીતે ઘર ખરીદનારાઓ અને પ્રમોટરોના અધિકારી અને હિતોને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હજુ પણ મોડલ બિલ્ડર- બાયર કરારની જરૂર છે. આવું કરવાની જરૂર એટલા માટે છે કે બિલ્ડર્સ અને એજન્ટસને અન્યાયી અને પ્રતિબંધિત વેપાર પ્રથાઓમાં સામેલ થવાથી રોકી શકાય. કેટલાંક રાજ્યોમાં બિલ્ડર અને ખરીદનારાઓ વચ્ચે એક આદર્શ સેટલમેન્ટ સીસ્ટમ છે, પરંતુ કરારોમાં એકરૂપતા નથી.

જે રાજ્યોમાં આદર્શ સેટલમેન્ટ સીસ્ટમ નથી. ત્યાં ઘર ખરીદવા સાથે જોડાયેલા કરારમાં ઘણી વખત બિલ્ડર્સ પોતાની સુવિધાના આધારે કલમનો ઉમેરો કરી દે છે, જેને કારણે ઘર ખરીદનારાઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આદર્શ સેટલમેન્ટ સીસ્ટમને લઇને કેન્દ્ર સરકારે જવાબદારી રાજ્ય સરકારો પર છોડી દીધી છે. જેને કારણે જે રાજ્યોમાં આદર્શ સેટલમેન્ટ સીસ્ટમ છે, ત્યા કરારમાં એકરૂપતા નથી. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે કેન્દ્ર સરકારે આ જવાબદારી રાજ્ય સરકારો પર છોડવાને બદલે કેન્દ્ર સરકારે જ મોડલ બિલ્ડર- બાયર એગ્રીમેન્ટ અને મોડલ એજન્ટ- બાયર એગ્રીમેન્ટ તૈયાર કરીને આખા દેશમાં લાગૂ કરવો જોઇએ. જો કેન્દ્ર સરકાર આ નિયમ લાગુ પડશે તો આખા દેશમાં એકરૂપતા આવશે અને ઘર ખરીદનારા લોકોનું શોષણ  થતું અટકી જશે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ડી.વાય ચંદ્રચુડ અને ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચનું કહેવું છે કે કેન્દ્ર સરકાર આ બાબતે વિચાર કરી શકે છે કે કેન્દ્રીય સલાહકાર સમિતિ આદર્શ બિલ્ડર-બાયર કરાર ઘડવા માટે પોતાની સત્તાનો ઉપયોગ કરી શક છે. ખંડપીઠે કહ્યુ કે હાલમાં બિલ્ડર્સ ખરીદી કરારમાં પોતાની સ્વેચ્છાએ શરતો મુકી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp