શું 2022માં હવે પ્રોપર્ટીમાં રોકાણ કરવું જોઇએ કે નહીં?

PC: fullertonindia.com

ભારતમાં લોકોનો પરચેઝિંગ પાવર વધી રહ્યો છે અને હાલ પ્રોપર્ટી બજારમાં ડિમાન્ડ પણ સારી જોવા મળી રહી છે. આ બધા સાથે પ્રોપર્ટી ખરીદવાના પરિબળો પ્રોપર્ટી બાયરની તરફેણમાં આવતા નજરે પડી રહ્યા છે. જેવા કે, બિલ્ડરોએ પ્રોપર્ટીના ભાવ ઘટાડ્યા, રાજ્ય સરકારોએ સ્ટેમ્પ ડ્યૂટિમાં કન્સેશન આપ્યું. પાછલા પાંચ વર્ષોથી પ્રોપર્ટીના ભાવમાં વધારો ન થવાથી પ્રોપર્ટીના ખરીદદારો બહાર આવી રહ્યા છે. ભારત હજુ પણ હાઉસિંગ શોર્ટેજ કન્ટ્રી છે. જેથી ડિમાન્ડ હજુ પણ વધુ છે. કોરોનાકાળમાં એ સાબિત થઇ ગયું કે, ડિમાન્ડની અછત ભારતમાં નથી.

ડિમાન્ડ વધારે તો છે જ અને તે ડિમાન્ડને અનુકુળ પ્રોપર્ટીના ભાવ મળી જાય તો જે લોકો ઘર ખરીદવા માટે વિચારી રહ્યા હોય અને તેઓ ફાઇનાન્શિયલી એલિજિબલ થવા લાગે તો એ પરિસ્થિતિમાં વોલ્યુમ થતું દેખાવા લાગે છે. ભારતમાં હાલ 2 દાયકા પછી પ્રોપર્ટી બજારમાં આ પ્રકારની માગ અને ખરીદીના અનુકૂળતા જોવા મળી રહી છે. વ્યાજ દરો વધવા છતાં પણ ખરીદ ક્ષમતા ભાવ કરતા વધારે છે. જેથી બિલ્ડરોએ ભાવ વધારવાનું શરૂ કર્યું. પણ આ સ્પેક્યુલેટિવ વધારો નથી. પ્રોપર્ટી બજારમાં આ ટ્રેન્ડ હજુ પણ ચાલુ રહેવાની શક્યતાઓ વધુ નજરે પડી રહી છે. જો વ્યાજ દરો હજુ પણ વધશે અને 10 ટકા તેની ઉપર જશે તો જ આ ટ્રેન્ડની ગતિ ધીમી પડતી નજરે પડી શકે છે.

થોડા વર્ષોથી રેપો રેટ 4 ટકા જ હતો, પણ તેમાં આ વર્ષે જ 4 વખતનો પ્રોગ્રેસિવ વધારો જોવા મળ્યો. જો હજુ પણ વ્યાજ દરોમાં વધારો ઝીંકાતો દેખાશે તો તે ખરીદદારો માટે એફોર્ડેબિલિટીની બહાર જતો જોવા મળશે. જે પ્રોપર્ટી બજાર માટે ચિંતાનો વિષય બની શકે છે. જો વ્યાજ દરો એક લિમિટમાં અને ધીમી ગતિથી વધશે તો તે પ્રોપર્ટી બજાર પર એટલી અસર ન કરશે. હાલ જે ગતિએ વ્યાજ દરો વધી રહ્યા છે તેને જોતા એમ નથી લાગતું કે, ખરીદારો બજારની બહાર નીકળી જશે.

અમુક એવા ફેક્ટર્સ છે કે, કોરોનાકાળ 2.5 વર્ષ ચાલ્યું, યુક્રેન અને રશિયાનું યુદ્ધ 9 મહિનાથી ચાલી રહ્યું છે જેનાથી સપ્લાય ચેનને અસર પડી તેમ છતાં અમુક ઇન્ડિકેટર એવા છે કે, જે હજુ પણ આપણી ફેવરમાં જ છે. જેવા કે, ભારતનું એક્સપોર્ટ તેના ઓલ ટાઇમ હાઇ પર છે, અનએમ્પ્લોયમેન્ટ રેટ પણ 25 ટકાથી ઘટીને પ્રી કોરોના લેવલ પર આવી ગયો છે. અનએમ્પ્લોયમેન્ટ રેટ દર્શાવે છે કે, લોકોની ખરીદક્ષમતા પર એટલી અસર નથી પડી. જેથી પ્રોપર્ટી બજારના ટ્રેન્ડમાં હાલ કોઇ અસર થશે એવી શક્યતાઓ ઓછી નજરે પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp