98 કરોડમાં 2 માળ ખરીદીને અંબાણીના પાડોશી બન્યા TATAના ચેરમેન, મહિને આટલું ભાડુ..

PC: twitter.com

ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરને મુંબઈના પેડર રોડ પર આવેલા લક્ઝરી ટાવર '33 સાઉથ'માં ડુપ્લેક્સ ખરીદ્યો છે. આ ઈમારતની નજીક જ મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા છે. ચંદ્રશેખરન છેલ્લા 5 વર્ષથી જે ડુપ્લેક્સમાં ભાડે રહેતા હતા હવે તેના માલિક બની ગયા છે. તેમણે પેડર રોડ સ્થિત 33 સાઉથ નામની ઈમારતમાં 11 અને 12મા માળે પથરાયેલો ડુપ્લેક્સ ખરીદ્યો છે. આ સોદો  98 કરોડ રૂપિયામાં થયો છે. અત્યાર સુધી ચંદ્રશેખરન અને તેમનો પરિવાર અંદાજે 6,000 વર્ગફીટવાળા ડુપ્લેક્સ માટે દર મહિને રૂપિયા 20 લાખ ભાડું આપતા હતા. ચંદ્રશેખરન જ્યાં રહે છે તેની નજીક જ મુકેશ અંબાણીનું આલીશાન ઘર એન્ટિલીયા છે. આ વિસ્તારમાં અનેક મોટી હસ્તીઓ રહે છે.

સોદા અંગે જાણકાર એક સૂત્રએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે, ચંદ્રા પરિવાર અહીં કેટલાય વર્ષોથી મહિનાના 20 લાખ રૂપિયાના ભાડેથી રહેતા હતા. 21, ફેબ્રુઆરી, 2017મા ટાટા ગ્રુપના ચેરમેનનો હોદ્દો સંભાળ્યા બાદ ચંદ્રશેખરન 33 સાઉથમાં આવ્યા હતા. ટાટા ગ્રુપના એક પ્રવક્તાએ આ આખા સોદા વિષે ટીપ્પણી કરવાની ના કહી હતી. 28 માળની આ ઈમારત દક્ષિણ મુંબઈમાં જસલોક હોસ્પિટલની નજીક આવેલી છે.

ચંદ્રશેખરને આ ડુપ્લેક્સ ખરીદવાનો નિર્ણય ત્યારે કર્યો જ્યારે તેમને ફરીથી ટાટા સન્સના ચેરમેન બનાવ્યા. ટાટા ગ્રુપે આગામી 5 વર્ષ એટલે કે, 20 ફેબ્રુઆરી, 2027 સુધી ચેરમેન નિયુક્ત કર્યા છે. ચંદ્રશેખરનની ગણના દેશના સૌથી વધારે પગારદાર કોર્પોરેટ બોસમાં થાય છે. ગયા વર્ષ 2021મા તેમને અંદાજે 91 કરોડ રૂપિયા મળ્યા હતા.

6 હજાર સ્ક્વેરફિટ કાર્પેટ વિસ્તારવાળા ડુપ્લેક્સ માટે ચંદ્રશેખરને 98 કરોડ રૂપિયા ચૂકવ્યા છે એટલે કે, એક સ્ક્વેર ફિટ માટે 1.6 લાખ રૂપિયા. આ સોદો ત્રણ દિવસ પહેલા ચંદ્રશેખરન, તેમની પત્ની લલીતા અને દીકરા પ્રણવના નામથી થયો છે. ડુપ્લેક્સ વહેચવાવાળી કંપની જીવેશ ડેવલપર્સ છે. જેને બિલ્ડર સમીર ભોજવાણી સંભાળે છે. આ ટાવરને ભોજવાણી અને વિનોદ મિત્તલે 2008મા બનાવડાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp