16 વર્ષની ઉંમરમાં સ્કૂલ છોડી, 18ની ઉંમરે મા બની, હવે કરોડોની માલકિન છે આ મહિલા

PC: aajtak.in

એક છોકરીએ ફક્ત 16 વર્ષની ઉંમરમાં સ્કૂલ છોડી દીધી અને કિશોરાવસ્થામાં જ માતા બની ગઇ. પછી તેણે પતિ સાથે મળીને પૈસાની બચત શરૂ કરી, આજની તારીખમાં આ મહિલા ચાર આલિશાન ઘરોની માલકિન છે જેની કિંમત 10 કરોડ રૂપિયાથી પણ વધારે છે. મહિલાને પતિનો દરેક પગલા પર સાથ મળ્યો છે.

રશેલ ઓલિંગ્ટને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, જ્યારે તેણે પોતાનું પહેલું ઘર 19 વર્ષની ઉંમરમાં લીધું હતું ત્યારે તે લોનના વ્યાજ દર આજની સરખામણીમાં પણ વધારે હતા. 2005માં રશેલે એસેક્સના વિકફોર્ડમાં 1.7 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું હતું. જેની વર્તમાન સમયમાં કિંમતમાં સાડા ચાર કરોડ રૂપિયા છે. રશેલ વર્તમાનમાં બ્રિટનમાં 4 ઘરોની માલકિન છે, તે પણ એવા સમયે કે જ્યારે વ્યાજ દર અને ઇન્ફ્લેશન 40 વર્ષોમાં સૌથી વધારે છે.

રશેલ અને તેના પતિએ લિંકનશાયરમાં પાછલા સપ્તાહમાં એક નવી પ્રોપર્ટી ખરીદી છે. રશેલે પોતાનું બીજું ઘર 23 વર્ષની ઉંમરમાં લીધું હતું. રશેલની ઉંમર હજુ 40 વર્ષની છે જ્યારે, તેનો પતિ માઇક 49 વર્ષનો છે. રશેલના ત્રણ બાળકો એબી, એરિન અને એડન છે.

રશેલે 16 વર્ષની ઉંમરમાં સ્કૂલ છોડી દીધી હતી, ત્યાર બાદ તેણે 9 હજાર રૂપિયા પ્રતિ સપ્તાહના હિસાબે એસ્ટેટ એજન્સીમાં નોકરી શરૂ કરી હતી. ત્યારથી જ તેણે સેવિંગ શરૂ કરી હતી. 2001માં 18 વર્ષની ઉંમરમાં જ તે અચાનક પ્રેગ્નન્ટ થઇ ગઇ. તેણે પોતાના પહેલા દિકરા એબીને હેપ્પી એક્સિડન્ટ કરાર કરી દીધો.

રશેલે કહ્યું કે, તે પતિ માઇકને ત્યારે મળી હતી, જ્યારે તેની ઉંમર 25 વર્ષની હતી. તે તેનાથી ઉંમરમાં 8 વર્ષ મોટો છે. બન્નેની આદતો લગભગ સરખી હતી, આ જ કારણ હતું કે, અમે બન્ને એ સેવિંગ્સ શરૂ કરી દીધી. આ દરમિયાન રશેલ પાસે પહેલા ઘરના ડિપોઝિટ માટે ઠીક ઠાક પૈસા જમા થઇ ગયા હતા. તેણે કહ્યું કે, આ ઉંમરમાં તેની સાથેના છોકરા ઘર લેવા વિશે વિચારી પણ નથી શકતા. પોતાનું પહેલું ઘર ખરીદવા માટે રશેલના પતિએ કાર પણ વેચી દીધી.

રશેલ કહે છે કે, તેની પાસે જે ચાર પ્રોપર્ટી છે, તે બધીને તેણે 5.57 કરોડ રૂપિયામાં ખરીદી છે. પણ હવે આ ચાર પ્રોપર્ટીની કિંમત 9.3 કરોડ રૂપિયાથી વધારે થઇ ગઇ છે. રશેલે કહ્યું કે, હવે તે એસ્ટેટ એજન્સી બિઝનેસ ચલાવી શકે છે. પણ તેના આઇડિયાને લોકો મંદીના સમયના કારણે ગાંડપણ કહી રહ્યા છે. જોકે, તે આ કામ કરવા માગે છે. તેનું માનવું છે કે, તે આમ કરીને લોકોની મદદ કરવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp