જાણો સુરતને શું મળ્યું બજેટમાં

PC: facebook.com/suratphotoclub

ગુજરાત રાજ્યના નાણામંત્રી નિતીન પટેલે બજેટ રજૂ કરી દીધું છે, જેમાં સુરત માટે પણ ઘણી યોજનાઓની જાહેરાત કરી છે. જુઓ શું મળ્યું સુરતને બજેટ 2018-19માં...

  • સહારા દરવાજાથી કરણીમાતા ચોક ફ્લાયઓવર માટે  ₹80 કરોડની જોગવાઈ
  • ઉધનાથી સિદ્ધાર્થનગર રેલવે ઓવરબ્રિજ માટે ₹50 કરોડની જોગવાઈ
  • તાપી નદી ઉપર વેડ-વરિયાવને જોડતા પુલ માટે ₹50 કરોડની જોગવાઈ
  • સુરતમાં ડાયમંડ ડ્રિમ સીટી પ્રોજેક્ટ માટે ₹30 કરોડની જોગવાઈ
  • સુરત,વડોદરા,રાજકોટ અને મહેસાણા ખાતે નવા ચાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરવા માટે ₹1 કરોડની જોગવાઈ
  • સુરત એરપોર્ટ ખાતે ઇન્ટરનેશનલ સેવાઓના ભાગરૂપે ઇમિગ્રેશનની કામગીરી શરૂ કરવા ₹1.11 કરોડની જોગવાઈ

બજેટ 2018-19 ગુજરાત બજેટનું અપડેટ...

20-02-2018 01:05 PM - સૌરભ પટેલે કહ્યું કે મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે, નિતીનભાઈ પટેલે તેમના સંપૂર્ણ અનુભવનો ઉપયોગ કર્યો હશે.

20-02-2018 01:06 PM - બજેટ રજૂ થાય તે પહેલા કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા

20-02-2018 01:06 PM - મને બોલવા દેવામાં આવ્યો નહી: અલ્પેશ ઠાકોરનો આક્રોશ

20-02-2018 01:07 PM - અલ્પેશ ઠાકોર વિધાનસભા વેલમાં ધસી આવાત સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ કરી કાર્યવાહી

20-02-2018 01:08 PM - સ્પીકરે વેલમાં નહી આવવાની ટકોર કરી હોવા છતાં અલ્પેશ ઠાકોરે ટકોરને કરી નજર અંદાજ

20-02-2018 01:20 PM - દેશના વિકાસમાં ગુજરાતનો સિંહફાળો મોટો છે : નીતિન પટેલ

20-02-2018 01:21 PM - ગુજરાતનું બજેટ રજૂ કરતા નાણામંત્રી નીતિન પટેલ

20-02-2018 01:22 PM - ગરીબ અને મધ્યમ વર્ગ માટે આવાસ, શિક્ષણ, અને આરોગ્ય સેવા પુરી પાડવામાં આવી રહી છે

20-02-2018 01:23 PM - ગુજરાતના સવા છ કરોડની જનતાનો વિકાસ સોળે કળાએ ખીલે તેવું અંદાજપત્ર છે: નીતિન પટેલ

20-02-2018 01:23 PM - વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાત અને દેશ કર્યો છે વિકાસ

20-02-2018 01:24 PM - વર્લ્ડ બેંકના રિપોર્ટમાં ભારત 100મા ક્રમે: નીતિન પટેલ

20-02-2018 01:24 PM - ગુજરાતની આવકમાં થયો છે વધારો

20-02-2018 01:26 PM - રાજ્યની ઉત્પાદન ક્ષમતા 13 ટકા

20-02-2018 01:26 PM - કેન્દ્ર સરકારની નીતિઓને કારણે ગુજરાત આગળ વધ્યું છે.

20-02-2018 01:26 PM - વેરાની આવકમાં 20.18 ટકાનો વધારો

20-02-2018 01:27 PM - અંદાજપત્રનું કદ 1 લાખ 179 કરોડ હતું, આ વર્ષે 1 લાખ 83 હજાર 666 કરોડનું બજેટનું કદ

20-02-2018 01:29 PM - મગફળીની યોજના જાહેર કરાતા જ કોંગ્રેસનો ગૃહમાં હોબાળો

20-02-2018 01:29 PM - મગફળી અને અન્ય ટેકાના ભાવે ખેડુતોને સહાય કરાય છે

20-02-2018 01:29 PM - વિરજી ઠુમ્મર સહિત કોંગ્રેસના સભ્યોએ મચાવ્યો દેકારો

20-02-2018 01:30 PM - હર્ષદ રીબડીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા

20-02-2018 01:31 PM - મગફળીના ટેકાના ભાવ અંગે રાહત જાહેર કરતા નીતિન પટેલ સહિત સરકાર સામે કોંગ્રેસનો ભારે સૂત્રોચ્ચાર

20-02-2018 01:32 PM - વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભારે હંગામો

20-02-2018 01:32 PM - સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા વિપક્ષ કોંગ્રેસના સભ્યોને બેસી જઈને કરાઈ વિનંતી

20-02-2018 01:33 PM - બજેટ અંગે કોંગ્રેસનો વિધાનસભામાંથી વોકઆઉટ કર્યો

20-02-2018 01:34 PM - કોંગ્રેસને ભાજપની સફળતા પચતી નથી: નીતિન પટેલ

20-02-2018 01:34 PM - ગુજરાત વિધાનસભા અને નગરપાલિકામાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા, એમને હંગામો કર્યા સિવાય કશું સૂજતું નથી: નીતિન પટેલ

20-02-2018 01:35 PM - એક લાખ ટન કરતા વધારાની મગફળીની ખરીદી કૃષિમંત્રી ફળદુનાં નેતૃત્વમાં ખરીદી

20-02-2018 01:35 PM - કેન્દ્રમાં કોંગ્રેસીન સરકાર હતી, મોદી સરકાર આવી ત્યારે ટેકાના ભાવની ભારે કિંમતથી મગફળીની ખરીદી કરવામાં આવી

20-02-2018 01:36 PM - પરેશ ધાનાણી વિપક્ષના નેતા બન્યા તે ઘણાને ગમ્યું નથી

20-02-2018 01:37 PM - પરેશ ધાનાણી સહકાર આપે છે, સારા માણસ છે: નીતિન પટેલ

20-02-2018 01:37 PM - ખેડુતોના પાકના રક્ષણ માટે કેન્દ્ર અને ગુજરાત સરકારે પ્રિમીયમ ભર્યું

20-02-2018 01:39 PM - કોંગ્રેસ લોહી ચૂસ્યું છે: નીતિન પટેલ

20-02-2018 01:39 PM - કોંગ્રેસ સરકાર વખતે ખેડુતો પાસેથી 18 ટકા વ્યાજ લેવામાં આવતું હતું. કોંગ્રેસે શોષણ કર્યું

20-02-2018 01:40 PM - ખેડુતોને ટ્રેકટરની ખરીદીમાં સબસીડી અાપી છે અને 29 હજાર ખેડુતોને સબસીડી આપી છે

20-02-2018 01:40 PM - સ્પીકરે રેકોર્ડ પરથી લોહી ચૂસ્યું શબ્દને દુર કર્યા

20-02-2018 01:40 PM - કોંગ્રેસે જે ચૂસ્યું પણ ચૂસ્યું છે ખરું: નીતિન પટેલ

20-02-2018 01:41 PM - ખેતીના ઓજાર માટે પણ ખરીદીની મર્યાદા વધારાઈ

20-02-2018 01:42 PM - એરંડા, રાયડો, કપાસીયાનું ઉત્પાદન વધારવા વધારાની રકમ ફાળવાઈ

20-02-2018 01:43 PM - ઈઝરાયલની ટેક્નોલોજીનો લાભ લેવા સેન્ટ્રલ ફોર એક્સીલન્સી યોજના હેઠળ વધુ ચાર કેન્દ્રો શરૂ કરાશે

20-02-2018 01:46 PM - કૃષિ અને કલ્યાણ માટે 6755 કરોડની ફાળવણી

20-02-2018 01:47 PM - 200 કરોડની સબસીડી ખેડુતોને આપવાની જોગવાઈ

20-02-2018 01:48 PM - કુષિ યુનિવર્સિટી માટે વિશેષ જોગવાઈ

20-02-2018 01:49 PM - ખેડૂતોને ખાતર માટે 28.05 કરોડની જોગવાઈ

20-02-2018 01:50 PM - 0%ના વ્યાજે ખેડૂતોને મળશે લોન

20-02-2018 01:50 PM - મહેસુલી આવક 1,40,631 કરોડ થશે

20-02-2018 01:50 PM - મહેસુલી ખર્ચ 1,34,633 કરોડ થશે

20-02-2018 01:50 PM - યુવાઓને રોજગારી માટે 785 કરોડની જોગવાઈ કરી 3.50 લાખ યુવાનોને રોજગારીની તકો મળશે

20-02-2018 01:50 PM - ટ્રેક્ટરની ખરીદી માટે 29 હજાર ખેડૂતોને મળશે સબસિડી

20-02-2018 01:51 PM - ખેડુતોની જેમ માછીમારોને ઓઈલ-પેટ્રોલ-ડીઝલ પર સબસીડી માટે 102 કરોડની જોગવાઈ

20-02-2018 01:51 PM - ખેડૂતોને લોન માટે 500 કરોડની જોગવાઈ

20-02-2018 01:51 PM - અમે ખેડૂતોના લોનનું વ્યાજ ભરીએ છીએ

20-02-2018 01:52 PM - પશુની સારવાર માટે ખાસ જોગવાઈ

20-02-2018 01:52 PM - માછીમારોને નીલ ક્રાંતિ માટે જોગવાઈ

20-02-2018 01:53 PM - વિધાનસભાની ચૂંટણીમાં 70 વર્ષમા કશું ન કરી શક્યા તે લોકો ભાષણ કરી ગયા, પણ કશું કર્યું નથી

20-02-2018 01:53 PM - મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં 2.50 લાખની આવક મર્યાદા 3 લાખ કરવામાં આવી

20-02-2018 01:53 PM - મોદી સરકારે ખેડૂતોના હિતમાં જ વિચાર કર્યો છે

20-02-2018 01:53 PM - કોંગ્રેસને ગુજરાતનો વિકાસ પચતો નથી

20-02-2018 01:53 PM - 3.50 લાખ યુવાઓને રોજગારી મળશે

20-02-2018 01:53 PM - રાજ્યના 14200 ખેડૂતો માટે 82 કરોડની યોજના

20-02-2018 01:54 PM - એપ્રન્ટીસ કાયદા હેઠળ વ્યાપક રોજગારી આપતા એકમોમાં કાયદા મુજબ અઢી ટકા એપ્રેન્ટીસ રાખવા ફરજ પડાશે, મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના શરૂ કરાશે

20-02-2018 01:54 PM - સમયસર ખેડૂતોને ખાતર મળે તે માટે આયોજન

20-02-2018 01:54 PM - કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા માટે 60 કરોડની જોગવાઈ

20-02-2018 01:55 PM - કૃષિ મહોત્સવ માટે 30 કરોડની જોગવાઈ

20-02-2018 01:56 PM - મધમાખી પ્રોજેક્ટ માટે 2000 ખેડૂતોને લાભ અપાશે

20-02-2018 01:56 PM - એન્જિનિયરીંગને ત્રણ હજાર, ડિપ્લોમા કર્યું હશે તો બે હજાર અને ઓછું ભણેલા હશે તેમને 1500 રૂપિયા આપીશું

20-02-2018 01:56 PM - પશુધન માટે ફાર્મ બનાવશે તો ત્રણ લાખ રૂપિયાની સહાય અપાશે

20-02-2018 01:57 PM - કામધેનું યુનિવર્સિટી માટે 30 કરોડની જોગવાઈ

20-02-2018 01:58 PM - મુખ્યમંત્રી એ્પ્રેન્ટિસશીપ યોજના માટે 272 કરોડની જોગવાઈ

20-02-2018 01:59 PM - રોજગારી માટે 785 કરોડની જોગવાઈ

20-02-2018 01:59 PM - ખેલ મહાકુંભ માટે 76 કરોડની યોજના

20-02-2018 01:59 PM - પશુપાલનની સાધનસામગ્ર માટે 36 કરોડની સહાય

20-02-2018 01:59 PM - 2 વેટરનરી કોલેજ શરૂ કરાશે

20-02-2018 01:59 PM - ટેક્સટાઈલ પોલીસી હેઠળ નવી સ્પીનીંગ મીલો કાર્યરત થઈ ગઈ

20-02-2018 02:00 PM - ટેક્સટાઈલ ક્ષેત્ર છોકરીઓ કે છોકરીને કામ રાખે તો સરકાર તરફથી મહિલા કામદારને મહિને ચાર હજાર રૂપિયા આપશે

20-02-2018 02:01 PM - ટેક્સટાઈલ ક્ષેત્ર પુરુષ કામદારને કામ પર રાખે તો સરકાર તરફથી મહિલા કામદારને મહિને 3500 રૂપિયા આપશે

20-02-2018 02:02 PM - નવા 30 હજાર સરકારી નોકરીમા ભરતી કરાશે

20-02-2018 02:02 PM - ગાંધીનગર, રાજકોટ અને સુરતમાં કાર્ડિયાક સેન્ટર શરૂ કરાશે

20-02-2018 02:04 PM - કામદારોને 10 રૂપિયામાં ટીફીન આપવામાં આવે છે

20-02-2018 02:04 PM - રાજકોટનાં મધર ચાઈલ્ડ કેર માટે જોગવાઈ

20-02-2018 02:05 PM - રાજ્ય સરકારે 73000 કર્મચારીઓની ભરતી કરી

20-02-2018 02:05 PM - સહકારી મંડળીના ડિજિટલાઇઝેશન માટે 70 કરોડની જોગવાઈ

20-02-2018 02:05 PM - ગરીબોને સ્ટીલના વાસણો મફતમા આપવામાં આવશે. દરેકના ઘરમાં સ્ટીલના વાસણો હશે. 10 કરોડની ફાળવણી

20-02-2018 02:07 PM - આરોગ્ય-પરિવાર કલ્યાણ માટે 9750.50 કરોડ

20-02-2018 02:07 PM - અમૃતમ મા વાત્સલ્ય યોજના માટે 700 કરોડ

20-02-2018 02:07 PM - 10 અને 12ના વિદ્યાર્થીઓને ટેબલેટ એક હજાર રૂપિયામાં અપાશે

20-02-2018 02:07 PM - સેલ્ફ ફાયનાન્સ કોલેજોની વધુ ફી લેવા પર સરકારે ફી નિયંત્રણ કાયદો બનાવનાર ગુજરાત સર્વ પ્રથમ

20-02-2018 02:08 PM - તબેલા બનાવવા માટે 140 કરોડની યોજના

20-02-2018 02:08 PM - લઘુ ઉદ્યોગોમાં પગાર ઉપરાંત રાજ્ય સરકાર વધુ 4000 રૂપિયા આપશે

20-02-2018 02:09 PM - મુખ્યમંત્રી ગ્રામોદય યોજના માટે 60 કરોડ

20-02-2018 02:09 PM - 1 તબેલા માટે 3 લાખ અપાશે

20-02-2018 02:11 PM - ખેતરમા તારની વાડ માટે 200 કરોડ

20-02-2018 02:12 PM - યુવાનોને રોજગાર અને વ્યવસાયની તકો માટે 785 કરોડ

20-02-2018 02:12 PM - વાજપેયી બેન્કેબલ યોજના માટે રૂ197 કરોડ

20-02-2018 02:13 PM - 22 નવા ધનવંન્તરી આરોગ્ય રથ માટે 18 કરોડ

20-02-2018 02:13 PM - આઈ ટી આઈ નવીનીકરણ અને સાધનો માટે 40 કરોડ

20-02-2018 02:13 PM - શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે 80 કરોડ નવા 51 કેન્દ્રો શરૂ કરાશે

20-02-2018 02:13 PM - મત્સયોધોગ નિકાસ 3500 કરોડ થી વધુ હૂડિયામણ છે ત્યારે મત્ય બંદર વિકાસ માટે 280 કરોડ, વેરામાફી માટે 102 કરોડ

20-02-2018 02:14 PM - ગુજરાતમાં કાયદો અે વ્યવસ્થા બગડવા માટે કોંગ્રેસે બહુ પ્રયત્નો કર્યા

20-02-2018 02:14 PM - સહકાર ક્ષેત્રે કોર બેન્કીગ માટે 70 કરોડ, કિસાન કલ્પ વૃક્ષ યોજના માટે 25 કરોડ

20-02-2018 02:15 PM - મા યોજના અને મા વાત્સલ્ય યોજના હેઠળ બે લાખનીસહાય હતી, પણ હવે આ યોજનામાં વધારો કરાયો

20-02-2018 02:15 PM - પશુ પાલન ડેરી વિકાસ માટે બે નવી વેટરનરી કોલેજ માટે23 કરોડ તમામ જિલ્લામા કરૂણા એમ્બ્યુલન્સ માટે 26 કરોડ

20-02-2018 02:16 PM - અઢી લાખની આવકના બદલે ત્રણ લાખની આવક ધરાવતા લોકોને મા વાત્સલ્ય યોજનાનો લાભ મળી શકશે..સારવાર સહાય પણ બે લાખના બદલે ત્રણ લાખ કરાઈ

20-02-2018 02:17 PM - 60 વર્ષની ઉંંમર ધરાવતા લોકોની આવક મર્યાદા છ લાખની કરાઈ

20-02-2018 02:18 PM - કુપોષણ દૂર કરવા દૂધ સંજીવની યોજના

20-02-2018 02:19 PM - ગુજરાત રોડ સેફ્ટી ઍવોર્ડ શરૂ કરાશે

20-02-2018 02:19 PM - માર્ગ સલામતી માટે 25 કરોડની જોગવાઈ

20-02-2018 02:19 PM - રિ-રિપ્લેશમેન્ટ કરાવનાર લોકોને એક પગ માટે 40 હજાર અને બે પગ માટે 80 હજારની સહાય સરકાર કરશે

20-02-2018 02:20 PM - મુખ્યમંત્રી યુવા સ્વાલંબન માટે 907 કરોડની જોગવાઈ

20-02-2018 02:20 PM - શિક્ષણ વિભાગ માટે 27500 કરોડની યોજના

20-02-2018 02:20 PM - મધ્યાહન યોજના માટે 1081 કરોડ રૂપિયાની જોગવાઈ

20-02-2018 02:21 PM - 288 ગામોના તળાવ ઉંડા કરવામાં આવશે

20-02-2018 02:21 PM - વિદ્યાર્થીઓની રચનાત્મકતાના વિકાસ માટે 37 કરોડની જોગવાઈ

20-02-2018 02:21 PM - લોકો વાતો કરે છે અને કામ કરીએ છીએ

20-02-2018 02:22 PM - મેડીકલ કોલેજ અંગે કોંગ્રેસ શાસનમાં વ્યવસ્થા ન હતી

20-02-2018 02:22 PM - એમબીબીએસની 3900, ડેન્ટલની 1240, અને ફિઝીયોની સીટો વધી

20-02-2018 02:23 PM - 108 માટે 100 નવી એમ્બ્યુલન્સ ખરીદાશે

20-02-2018 02:24 PM - ઈન્ટર હોસ્પિટલ ટ્રાન્સફર માટે નવી 15 એમ્બ્યુલન્સ ખરીદાશે

20-02-2018 02:25 PM - વિરામ રદ કરી અંદાજપત્ર પરની ચર્ચા ચાલુ રખાઈ

20-02-2018 02:27 PM - ગુજરાત યુનિવર્સિટીના નવા રિસર્ચ પાર્ક માટે 47 કરોડની જોગવાઈ

20-02-2018 02:28 PM - કૃષિના યાંત્રિકીકરણ માટે 235 કરોડની જોગવાઈ

20-02-2018 02:28 PM - કુપોષણ મૂક્ત ગુજરાત કરવા માટે પોષણક્ષમ આહાર માટે યોજના

20-02-2018 02:29 PM - આરોગ્ય સેવામાં 100 નવી એમ્બ્યુલન્સ ઉમેરાશે

20-02-2018 02:29 PM - મહિલા અને બાળ વિકાસ માટે 2800 કરોડની જોગવાઈ

20-02-2018 02:30 PM - ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધન માટે 44 કરોડની જોગવાઈ

20-02-2018 02:30 PM - આંગણવાડીના બાળકોને સરકાર 35 કરોડના ખર્ચે યુનિફોર્મ આપશે

20-02-2018 02:31 PM - નમો વાઇફાઇ સુવિધાનો વ્યાપ વધારવા 30 કરોડની જોગવાઈ

20-02-2018 02:31 PM - નવા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન માટે એક કરોડની જોગવાઈ

20-02-2018 02:31 PM - 3 લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ આપવા માટે 150 કરોડની જોગવાઈ

20-02-2018 02:32 PM - સુરતમાં સહારા દરવાજાથી કરણીમાતા ચોક સુધી ફ્લાયઓવર બંધાશે

20-02-2018 02:32 PM - પોલીસમાં 5635 જગ્યાઓએ સીધી ભરતી થશે

20-02-2018 02:32 PM - સ્ટાર્ટ અપ માટે ગુજરાત સરકારે કરી જોગવાઈ

20-02-2018 02:33 PM - કિડની-લીવરના પ્રત્યાર્પણ માટે પાંચ લાખની સહાય

20-02-2018 02:34 PM - ટૂરિઝમ માટે વિદેશીઓને આકર્ષવા માટે 9700 કરોડ રૂપિયામાં વધારો કરાયો

20-02-2018 02:36 PM - સુજલામ સુફલામ યોજના માટે 1074 કરોડ

20-02-2018 02:36 PM - ઉધનાથી સિદ્ધાર્થનગર સુધી રેલવે ઓવરબ્રીજ બંધાશે

20-02-2018 02:36 PM - નર્મદા માઈનોર નહેર માટે 4108 કરોડની જોગવાઈ

20-02-2018 02:37 PM - ટ્રાફિક બ્રિગેડમાં 4000 સ્વયંસેવકોનો વધારો કરવામાં આવશે

20-02-2018 02:37 PM - 14 જિલ્લામાં આદિવાસી બાળકો માટે અન્ન ત્રિવેણી યોજના

20-02-2018 02:37 PM - GTUના નવા કેમ્પસ માટે 13 કરોડ

20-02-2018 02:37 PM - ગીરનાર યાત્રાધામ વિકાસ માટે 20 કરોડ

20-02-2018 02:39 PM - પ્રકાશની કિંમત ત્યારે જ છે કે એની નીચે અંધાર જોઈએ: સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ શેરની પંક્તિ બોલી, શેર બોલવા નીતિન પટેલને બોલતા અટકાવી દીધા

20-02-2018 02:39 PM - શિવરાત્રી કુંભમેળો શરૂ કરાશે

20-02-2018 02:39 PM - ગુજરાત યુનિવર્સિટીમાં રિસર્ચ પાર્ક માટે 42 કરોડ રૂપિયા

20-02-2018 02:42 PM - સુરત એરપોર્ટ માટે ઈન્ટરનેશનલ ઈમિગ્રેશન સેવા શરૂ કરાશે

20-02-2018 02:44 PM - ધોલેરા સર વિકાસ માટે 280 કરોડ

20-02-2018 02:44 PM - નારીસર્કલ ફ્લાયઓવર બનાવવા 20 કરોડની જોગવાઈ

20-02-2018 02:45 PM - પશ્ચિમ ભાવનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના હેતુ 8 કરોડ

20-02-2018 02:45 PM - સૌરાષ્ટ્ર સૌની યોજના બીજા ફેઝ માટે 1765 કરોડ

20-02-2018 02:46 PM - સરદાર પટેલ સર્કિટ, સિંધુ સર્કિટ, જૈન સર્કિટ વિકસાવવામાં આવશે

20-02-2018 02:48 PM - નંદબાટ બોર્ડર, પાવાગઢ, તારંગા ટેકરી, કિર્તી મંદિર, સોમનાથ માટે વધુ ફાળવણી

20-02-2018 02:49 PM - રાજકોટના વિકાસ માટે 80 કરોડ

20-02-2018 02:49 PM - ગાંધી આશ્રમ ખાતે લાઈટ અને સાઉન્ડ શો

20-02-2018 02:49 PM - ગીરનારમાં પગથીયા બનાવવા માટે 20 કરોડની જોગવાઈ

20-02-2018 02:49 PM - સુરત ડાયમંડ ડ્રીમ સિટી પ્રોજેક્ટ માટે 30 કરોડ રૂપિયાની જોગવાઈ

20-02-2018 02:49 PM - રાજકોટમાં રૈયા રોડ રેલવે અંડરપાસ માટે 20 કરોડ

20-02-2018 02:56 PM - શહેરની પ્રજા માટે એક હજાર કરોડની જોગવાઈ

20-02-2018 02:56 PM - શહેરોમાં વસ્તી વધી રહી છે

20-02-2018 02:57 PM - પલ્લવ ચાર રસ્તા ફ્લાય ઓવર માટે સરકાર રૂપિયા આપશે

20-02-2018 02:58 PM - તાપી નદી પર વેડ અને વરીયાને જોડતા પુલ માટે સરકાર આપશે 50 કરોડ

20-02-2018 02:59 PM - રાજકોટ હોસ્પિટલ ફ્લાય ઓવર માટે 40 કરોડ

20-02-2018 02:59 PM - શ્યુસેન જંકશન પર બ્રિજ બાંધવા 20 કરોડ

20-02-2018 02:59 PM - કાલઘોડા બ્રિજ માટે 12 કરોડ

20-02-2018 03:00 PM - જામનગરમાં દિગ્જામ સર્કલના ફ્લાય ઓવર માટે 20 કરોડ

20-02-2018 03:01 PM - અમદાવાદની મેટ્રો ટ્રેન માટે સરકાર આપશે 550 કરોડ

20-02-2018 03:01 PM - ગાંધીનગરમાં રેલવે સ્ટેશનનું આધુનિકિકરણ થશે

20-02-2018 03:01 PM - રસ્તાઓ અને પૂલ બનાવવા માટે 1346 કરોડ

20-02-2018 03:01 PM - ટ્રાન્સપોર્ટેશન માટે 290 કરોડની જોગવાઈ

20-02-2018 03:01 PM - ખુટતી કળી અને નાળાના બાંધકામ માટે 230 કરોડ

20-02-2018 03:02 PM - ટ્રાફીક બ્રિગેડમાં 36 ટકા મહિલાઓને સ્થાન

20-02-2018 03:02 PM - નવી ટુરિસ્ટ સર્કિટના વિકાસ માટે 7 કરોડ

20-02-2018 03:02 PM - સુરત ડાયમંડ સિટી માટે 30 કરોડની જોગવાઈ

20-02-2018 03:03 PM - શહેરોના રસ્તાઓને પહોળા કરવા 1346 કરોડ

20-02-2018 03:06 PM - અગત્યના જંકશનો પર ફ્લાય ઓવર અને અંડર પાસ બનવાવા 800 કરોડની જોગવાઈ

20-02-2018 03:06 PM - અમદાવાદથી રાજકોટના માર્ગને વિકસાવવા માટે રૂપિયા વધારાયા

20-02-2018 03:07 PM - જીવરાજ મહેતા ભવનને 18 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે

20-02-2018 03:08 PM - નવા 5630 પોલીસની ભરતી કરાશે

20-02-2018 03:08 PM - ટ્રાફિક બ્રિગેડના વેતનમાં વધારો, 3 હજાર કરાયું

20-02-2018 03:10 PM - બાળકોને ગણવેશના 600 રૂપિયા અપાશે. 47,65000 બાળકોને લાભ મળશે

20-02-2018 03:10 PM - ભૂગર્ભ પાઇપલાઇન માટે 1295 કરોડ

20-02-2018 03:10 PM - સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 899 કરોડ

20-02-2018 03:11 PM - બિન અનામત આર્થિક વિકાસ નિગમની રચના, 506 કરોડની ફાળવણી

20-02-2018 03:15 PM - 58 જાતિઓને મળશે આર્થિક અનામતનો લાભ

20-02-2018 03:17 PM - 22 કરોડના ખર્ચે મોઢેરાને સૌર ઉર્જા આધારિત આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે

20-02-2018 03:18 PM - કોંગ્રેસને કારણે નર્મદા યોજના પૂરી નહોતી થઈ

20-02-2018 03:18 PM - 5000 કરોડની યોજનાને કોંગ્રેસે 55000 કરોડે પહોંચાડી દીધી

20-02-2018 03:20 PM - દરેક ઘરને પુરતું ભોજન મળે તેવા પ્રયાસો કરાયા છે

20-02-2018 03:20 PM - અંત્યોદય અને બીપીએલ લોકોને રાશન આપવા 70 કરોડની જોગવાઈ

20-02-2018 03:21 PM - નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર યોજના માટે 14,895 કરોડ ની જોગવાઈ

20-02-2018 03:27 PM - અમદાવાદ બગોદરા રાજકોટ ધોરીમાર્ગ 8 એ અને બી ના 201 કિમિ ના રસ્તા છ માર્ગીય કરવા 2754 કરોડ

20-02-2018 03:28 PM - બિન અનામત આયોગ માટે 1.28 કરોડ ની જોગવાઇ

20-02-2018 03:28 PM - મોઢેરા સૂર્યમંદિરના વિકાસ માટે 22 કરોડ

20-02-2018 03:28 PM - આશા વર્કરોને પ્રોત્સાહિત કરવા 242 કરોડ

20-02-2018 03:29 PM - મેઘરજ,સુરતના માંગરોળ અને જંખલા,નવસારીના ખેરગામ તથા ગાંધીનગર શહેરમાં અંગ્રેજી માધ્યમની કુલ 5 આદર્શ નિવાસી શાળાઓ માટે 2 કરોડની જોગવાઇ

20-02-2018 03:31 PM - વોલ્વો બસમાં સરકાર માન્ય કાર્ડ ધરાવતા પત્રકારોને મફતમાં મુસાફરી કરવાનું મળશે

20-02-2018 03:36 PM - મનરેગા માટે 390 કરોડ રૂપિયા

20-02-2018 03:37 PM - નવજાત શિશુની સારવાર માટે સમગ્ર રાજયમાં નિયોનેટલ એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરવા 3 કરોડની જોગવાઇ

20-02-2018 03:38 PM - સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ગુજરાત પેરીનેટોલોજી ઇન્સ્ટીટયુટ શરૂ કરવા માટે 1 કરોડ જોગવાઇ

20-02-2018 03:38 PM - માહીતી અને પ્રસારણ વિભાગ હેઠળ 174 કરોડની જોગવાઈ

20-02-2018 03:39 PM - સોલા, ગાંધીનગર મેડિકલ કોલેજ હોસ્પિટલના વિસ્તૃતિકરણ માટે 115 કરોડ

20-02-2018 03:39 PM - ડુંગરાળ અને આદિજાતિ વિસ્તારના આદિજાતિ માટે 857 કરોડ

20-02-2018 03:40 PM - અમદાવાદમાં પીરાણા સાઈટના બાયોમાઇનિંગ પ્રોજેક્ટ માટે 100 કરોડ

20-02-2018 03:40 PM - દરજી-માટી-હેર સલુન માટે સરકાર આપશે પ્રોત્સાહન

20-02-2018 03:40 PM - અનુસૂચિત જાતિના વિકાસ માટે 50 કરોડની જોગવાઇ

20-02-2018 03:40 PM - અમદાવાદમાં પલ્લવ ચાર રસ્તા સ્પ્લીટ ઓવરબ્રિજ માટે 65 કરોડ

20-02-2018 03:41 PM - દારુ પર એકસાઈઝ ડ્યુટી છે

20-02-2018 03:41 PM - દારુબંધીને કડક કરાયો

20-02-2018 03:42 PM - પરમીટ ધારકો, પર્યટકોને દારુની પરવાનગી વિદેશી દારુ જકાતના દરોમા 1999માં બાદ કોઈ ફેરફાર કરાયો નથી

20-02-2018 03:43 PM - દારુમાં વધારો: એક લિટરનાં 100 રૂપિયા છે, 300 બિટર પર 25 રૂપિયા ટેક્સ, સ્ટ્રોન્ગના 60 અને માઈલ્ડને બિયરમાં વધારો

20-02-2018 03:44 PM - ટ્રાન્સપોર્ટેશનમાં ટેક્સ પણ વધારો કરાયો. બિયરમા પાંચ રૂપિયાના 50 કરાયા

20-02-2018 03:45 PM - વાઈનના ટ્રાન્સપોર્ટેશનના પાંચના પંદર કરાયા

20-02-2018 03:45 PM - કેન્ટીનના દરોમાં વધારો: વિદેશી દારુની આયાત કરાય છે. સ્રીરીટના 75ના 125, રમના 30 હતા 75 કરાયા, વાઈનમાં 75ના 225 કરાયો, બિયરમાં પણ ડબલ ભાવ વધારો કરાયો

20-02-2018 03:47 PM - સ્પેશિયલ ફી: વેચાણ કિંમતમાં વધારો કરાયો

20-02-2018 03:47 PM - દારુમાં થયેલા ટેક્સ વધારાથી સરકારને 106 કરોડ 32 લાખની આવક થશે

20-02-2018 03:49 PM - નીતિન પટેલે બજેટ સંભાષણ પૂર્ણ કર્યું

20-02-2018 03:49 PM - સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ આવતીકાલે 12 વાગ્યા સુધી ગૃહને સ્થાગિત કર્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp