બ્રિટનમાં ગુજરાતી ટીન એજરનો તરખાટ, બન્યો સૌથી યંગેસ્ટ મિલિયોનર

PC: livehindustan.com

મૂળ ગુજરાતી મૂળનાં અક્ષય રૂપારેલીયા અમેરિકામાં જ નહી પણ આખા વિશ્વમાં ચર્ચાનાં કેન્દ્રમાં આવી ગયો છે. અક્ષયની પોતાની એસ્ટેટ એજન્સીના બિઝનેસની વેલ્યુ 1.2 કરોડ પાઉન્ડ એટલે કે 100 કરોડ આંકવામાં આવી રહી છે અભ્યાસની સાથે સાથે અક્ષયે પ્રોપર્ટીમાં ડિલ કરવાનું શરૂ કર્યું હતું.

અક્ષય રૂપારેલીયા ઓન લાઈન બિઝનેસમાં પહેલેથી જ માહેર હતો. ડિલની સાથે સાથે તે પોતાનો ચાર્જ પણ લેતો હતો. બ્રિટનનાં સાપ્તાહિકે અક્ષયની કંપનીને 18મી સૌથી મોટી એસ્ટેટ એજન્સીનાં રૂપમાં સ્થાન આપ્યું છે. અક્ષયે અત્યાર સુધી 10 કરોડ પાઉન્ડની પ્રોપર્ટીનું વેચાણ કરી નાંખ્યું છે.

એક ગુજરાતીને મળેલા આ સ્થાનનાં કારણે અક્ષયની કંપની ભવિષ્યમાં કાઠું કાઢશે એમ મનાય છે. હાલ અક્ષયની ગણના બ્રિટનનાં સૌથી યુવાન મિલિયોનરમાં થઈ છે. આ ટીન એજરે તરખાટ મચાવી દીધો છે. હાલ તે નોર્થ લંડનમાં રહે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp