રોમાંસ-પ્રેમના ઇરાદાથી નહીં આ કારણે ડેટ પર જાય છે મહિલા, રિસર્ચમાં થયો ખુલાસો

PC: topten.co.com

આજના જમાનામાં ડેટિંગનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, ત્યારે એક રિસર્ચમાં ચોંકાવનારી જાણકારી સામે આવી છે કે, ચારમાંથી એક મહિલા રોમાન્સ કે પ્રેમના ઇરાદાથી નહીં, પરંતુ ફ્રી ખાવાનું મળે એટલા માટે ડેટિંગ માટે જાય છે. આને ફૂડી કોલ કહેવામાં આવે છે, જ્યાં એક મહિલા એક એવા વ્યક્તિને ડેટ કરે છે, જેની સાથે તે પ્રેમની ભાવના ન રાખતા ફક્ત ફ્રીનું ખાવાનો આનંદ માણે છે.

એક ઓનલાઇન રિસર્ચમાં 23થી 33% મહિલાઓએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેઓ ફ્રી ફૂડ માટે ડેટિંગ માટે જાય છે. સોશિયલ સાઇકોલોજિકલ એન્ડ પર્સનાલિટી સાયન્સ નામની મેગેઝિનમાં એજુસા પેસિફિક યુનિવર્સિટીના બ્રાયન કોલિસને એક લેખમાં કહ્યું છે કે, કેટલાય ડાર્ક લક્ષણોને રોમેન્ટિક સંબંધોમાં ભ્રામક અને શોષણકારી વ્યવહારથી જોડવામાં આવ્યા છે, જેમાં વન નાઇટ સ્ટેન્ડ, ખોટો સંભોગ સુખનો અનુભવ કરાવવા અને અનિચ્છનીય યૌન તસવીરો મોકલવી શામેલ છે.

Image result for date dinner

પહેલી રિસર્ચમાં 820 મહિલાઓને શામેલ કરવામાં આવી હતી. તેમને એક સવાલોની સીરિઝનો જવાબ આપવાનો હતો, જેમાં તેમના વ્યક્તિત્વ લક્ષણો, લિંગ ભૂમિકા વિશે વિશ્વાસ અને ‘ફૂડ કોલ’ના ઇતિહાસની જાણકારી માગવામાં આવી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે, શું તેમને લાગે છે કે, ફૂડી કોલ સામાજિક રૂપે સ્વીકાર્ય છે. પહેલા ગ્રુપની 23% મહિલાઓએ આ વાતનો સ્વીકાર કર્યો હતો કે, તે ‘ફૂડ કોલ’માં શામેલ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp