મોબાઈલ અને પોર્ન વીડિયોની લત બની રહ્યા છે છૂટાછેડાનું કારણ

PC: theprint.in

સાત જન્મોના બંધનના રૂપમાં ગણાતા લગ્ન હવે દિવસ, અઠવાડિયા અને મહિનાઓમાં તૂટવા માંડ્યા છે. આવામાં લગ્ન તૂટવા પાછળના કારણોને સમજીને તે સંબંધને બચાવવા માટેના ઉપાયો અજમાવવા ખૂબ જ જરૂરી છે.

વિલન મોબાઈલથી બચો

વર્ષ 2018માં કરવામાં આવેલી સ્ટડી અનુસાર, આશરે 17% લગ્નો મોબાઈલ ફોનના કારણે તૂટ્યા. આ અધ્યનનમાં મોબાઈને રિલેશનશિપનો ઈલેક્ટ્રોનિક દુશ્મન કહેવામાં આવ્યો છે. કેરળના સાયકોલોજિસ્ટ ડૉ. જોન જકારિયાના જણાવ્યા અનુસાર, ડિવોર્સ સુધી પહોંચેલા મોટાભાગના લોકોનું માનવુ હતું કે, તેમના લગ્નનો વિલન મોબાઈલ છે.

પોપ્યુલર મલયાલમ ટીવી ચેનલ અમૃતાના એક પ્રોગ્રામમાં અલગ રહી રહેલા, ડિવોર્સી અને મેરેજ લાઈફના પ્રોબ્લેમ્સમાં ફસાયેલા લોકો આવે છે. પ્રોગ્રામમાં ભાગ લેનારા 80% લોકોએ સ્વીકાર્યું કે તેમના લગ્ન એક્સ્ટ્રા મેરિયલ અફેરના કારણે તૂટ્યા. પતિ અથવા પત્ની હોવા છતા બીજા સાથે પ્રેમ માટે તેમણે મોબાઈલનો ઉપયોગ કર્યો હતો. તેમાથી ઘણા લોકોએ વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ડેટિંગ સાઈટ્સ પર લગ્નેત્તર સંબંધોને વધાર્યા, પરિણામ છૂટાછેડાના રૂપમાં સામે આવ્યા.

પોર્નોગ્રાફી પણ કરાવી રહ્યું છે ડિવોર્સ

ન્યાય મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર, ડિવોર્સના મામલામાં યુપી બાદ કેરળ બીજા નંબર પર છે. તેના ઘણા કારણોમાંથી એક પોર્નોગ્રાફી પણ છે. કેરળના કોચિ શહેરને ક્રાઈમ સાયબરનું હબ કહેવામાં આવે છે. બેંગલુરુની રેવા યુનિવર્સિટીમાં કરવામાં આવેલા અધ્યયન અનુસાર, કેરળ પોર્ન ઉત્પાદનું સૌથી મોટું ગઢ છે.

પોર્નોગ્રાફી અને ડેટિંગ એપ્સે પુરુષોમાં સેક્સુઅલ ફેન્ટસીને લઈને રસ વધાર્યો. આ કારણે સેક્સને લઈને તેમની ઈચ્છાઓમાં નકારાત્મક અને હિંસાત્મક બદલાવ આવ્યા છે. આ લતોના આદિ થઈ ચુકેલા પતિ ઈચ્છે છે કે તેમની પત્ની બેડ પર એ જ રીતે બિહેવ કરે. જો પતિની ઈચ્છા પૂર્ણ ન થાય તો તે એક્સ્ટ્રા મેરિટલ સંબંધમાં ચાલ્યો જાય છે, જેનું પરિણામ છૂટાછેડાના રૂપમાં સામે આવે છે.

અન્ય દેશો કરતા સારું, પરંતુ ડરવુ જરૂરી છે

જોકે, એ વાત પર ગર્વ લઈ શકાય કે ઘણા બધા અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં ડિવોર્સ રેટ હજુ પણ ખૂબ જ ઓછો છે. ડિવોર્સના કારણોમાં લગ્ન બાદના અફેર અને કમ્યુનિકેશન ગેપને પણ મોટું કારણ જણાવવામાં આવ્યું.

વર્ષ 2019માં ડિવોર્સ લેનારી દક્ષિણ ભારતની એક શિક્ષિકાએ જણાવ્યું કે, તેનો પતિ દિવસમાં એકથી બે મિનિટ માટે જ વાત કરતો હતો. એ પણ જાણવા મળ્યું કે પતિ-પત્નીની વચ્ચે સંબંધીઓના હસ્તક્ષેપના કારણે પણ લગ્નો તૂટ્યા. આ પ્રકારે તૂટતા લગ્નો 8%ની આસપાસ હતા.

લગ્ન તૂટવાના સિગ્નલને સમજો

  • જ્યારે પતિ-પત્નીની વચ્ચે કોઈપણ વાતની શરૂઆત જ ટોણો મારવાથી થાય. વાતચીતમાં બંને એકબીજાની મજાક ઉડાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય.
  • જ્યારે તમને અનુભવાય કે હવે પાર્ટનરની ટીકાઓ તમને દિલમાં લાગે છે. તેના દ્વારા મળતી નેગેટિવિટી અસહનીય લાગવા માંડે.
  • પાર્ટનર સાથે નાની-નાની વાતો પર બોલાચાલી કરતી વખતે ધબકારા વધી જાય.

રેડ ઝોનમાં પહોંચી ચુકેલા લગ્નને આ રીતે બચાવો

  • જો તમને લાગે કે લગ્નને બચાવવા હવે તમારા હાથની વાત નથી, તો અચકાયા વિના કોઈ પ્રોફેશનલની મદદ લો.
  • એકબીજાને સન્માન આપો. વાતવાત પર બોલાચાલી કરવાથી બચવુ જરૂરી છે. આ ત્યારે જ સંભવ થશે જ્યારે બીજાને સન્માન આપવાનું શરૂ કરશો.
  • ઓનલાઈન ડેટિંગ અથવા પોર્ન તમને લલચાવવા માંડ્યા હોય, તો પાર્ટનરને કહીને તેનું સમાધાન શોધો. વિશ્વાસપાત્ર લોકો અથવા પ્રોફેશનલ એક્સપર્ટની મદદ લેવાથી અચકાવુ નહીં.
  • પાર્ટનર ડિવોર્સ ઈચ્છતો હોય, તો તેના કારણોને સમજો. ઘણીવાર કમ્યુનિકેશન ગેપ પણ છૂટાછેડાનું કારણ બની જાય છે.
  • લગ્ન બચાવવાને લઈને સીરિયસ હો, તો પોતાની ભૂલોને સ્વીકારો. તમારું સન્માન હજુ વધી જશે. સંબંધ પહેલા કરતા વધુ મજબૂત બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp