લોકડાઉનમાં સાસુ-વહુના ઝઘડા વધ્યા, એકસ્ટ્રા મેરિટલ અફેર્સના થઈ રહ્યા છે ખુલાસા

PC: amarujala.com

Google ટ્રેન્ડ અનુસાર, લોકડાઉન બાદથી ભારતમાં લોકો સ્ટ્રેસ અને થેરાપી વિશે ખૂબ જ સર્ચ કરી રહ્યા છે. એક્સપર્ટ્સનું માનવું છે કે, આવું આર્થિક સ્થિતિ, કામ, સ્વાસ્થ્ય, સ્ટ્રેસ અને રિલેશનશિપને પગલે થઈ રહ્યું છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, કોરોના કારણે ભારતમાં માનસિક બીમારી સાથે સંકળાયેલા મામલામાં આશરે 20 ટકાનો વધારો થયો છે. ખાસ કરીને, કપલ્સમાં સ્ટ્રેસ, એગ્ઝાઈટી, ડિપ્રેશન્સ સાથે સંકળાયેલા મામલા વધુ જોવા મળી રહ્યા છે. સૌથી વધુ અસર 35થી 49 વર્ષની ઉંમરની વચ્ચેના લોકો પર થઈ છે.

સેલિબ્રિટી સાઈકોલોજિસ્ટ, ઈમોશનલ ઈન્ટેલિજન્સ કોચ અને રિલેશનશિપ એક્સપર્ટ ડૉ. નિશા ખન્ના કહે છે કે, લોકડાઉન બાદથી રિલેશનશિપમાં પણ તણાવ વધ્યો છે. સતત ઘરે જ રહેવાને કારણે પતિ-પત્નીની વચ્ચે ચિડીયાપણું વધ્યું છે, સાસુ-વહુમાં બોલાચાલી પહેલા કરતા વધુ થઈ રહી છે, કપલ સોશિયલ મીડિયા પર વધુ ટાઈમ સ્પેન્ડ કરવા માંડ્યા છે. એકસ્ટ્રા મેરિટલ એફેર્સના ખુલાસા પણ થઈ રહ્યા છે.

પહેલા ઘણા કપલ્સ વર્કિંગ કપલ્સ હોવાને કારણે મોટાભાગનો સમય બહાર જ રહેતા હતા, પરંતુ હવે વર્ક ફ્રોમ હોમ કરવાથી તેઓ વધુ સમય ઘરે જ પસાર કરી રહ્યા છે. જેને કારણે સાસુ-વહુ વચ્ચે વધુ ટકરાર થઈ રહી છે, તો કોઈકના સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહેવાને કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થઈ રહ્યા છે. તો કોઈકના એકસ્ટ્રા મેરિટલ અફેર્સ અંગે ખુલાસો થઈ રહ્યો છે. આવામાં ઘરમાં તણાવનો માહોલ પેદા થઈ રહ્યો છે.

આ અંગે ડૉ. નિશાનું કહેવુ છે કે, લોકડાઉનમાં તેમને સૌથી વધારે મુશ્કેલી નડી રહી છે, જેમને ઘરે બેસવાની આદત નથી. આ ઉપરાંત, એવા લોકોમાં તણાવ વધી રહ્યો છે, જેમને ઘરમાં પાર્ટનર નથી સમજી રહ્યા. કોઈપણ સંબંધ જેમાં બે લોકોનું ટેમ્પરામેન્ટ એક જેવું નથી, કમ્પેબિલિટી નથી, તો ત્યાં તણાવ ઊભો થવો સ્વાભાવિક છે. ભલે પછી તે ફ્રેન્ડ હોય, પાર્ટનર હોય કે પતિ-પત્ની હોય. આવામાં તમારે શું ધ્યાન રાખવું તે જાણી લો...

રિલેશનશિપને યોગ્ય બનાવવા માટે શું કરશો?

થોડો સમય એકલા સ્પેન્ડ કરો. જે સારું લાગે એ કરો. એકબીજાની આસપાસ 24 કલાક ના રહો. ડિસિપ્લિન રુટીન બનાવો. ઈમોશનની સાથે ટાઈમ સ્પેન્ડ કરો. હેલ્ધી ખાવાનું ખાઓ. મિત્રો સાથે ફોન અને સોશિયલ મીડિયા દ્વારા વાત કરો. એકબીજાના વખાણ કરો. ટીકા ના કરો. એકબીજા પર કંઈ થોપો નહીં. પ્રાઈવેટ સ્પેસ આપો. એક્સરસાઈઝ કરો. વધુ બોલવાથી બચો.

વર્કિંગ કપલે ઘરેથી કામ કરવા દરમિયાન શું કરવું?

કામ માટે નિશ્ચિત જગ્યા નક્કી કરો. અલગ-અલગ રૂમોમાં કામ કરો. કારમ પર ફોકસ કરો. મૂડ સારો રાખો. ડિસિપ્લિનમાં રહીને કામ કરો.

જો પાર્ટનર દૂર-દૂર રહે, તો શું કરવું?

પાર્ટનર જીવનનો હિસ્સો છે, પરંતુ આખી જિંદગી નથી. આથી, વધારે પડતા એકબીજા પર નિર્ભર ના રહો. પોતાની પસંદનું કામ કરો. આથી, સત્યને સ્વીકાર કરો. દૂર રહીને પણ ખુશ રહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp