પતિએ પત્ની સાથે ક્યારેય ન લાંઘવી જોઈએ આ 3 સીમાઓ

PC: grihshobha.in

લગ્ન બાદ પતિ-પત્નીની વચ્ચે શરૂઆતમાં ભલે થોડીઘણી અસહજતા રહે, પરંતુ બાદમાં બંનેની વચ્ચે સ્ટ્રોંગ બોન્ડ બની જાય છે. આ જ કારણ છે કે તે એકબીજાને વધુ સારી રીતે સમજી અને સ્વીકાર કરી શકે છે, જેને કારણે તેમને હેપ્પી મેરિડ લાઈફ જીવવામાં મદદ મળે છે. જોકે, આ ખુશહાલ લગ્ન જીવનમાં પણ કપલની વચ્ચે કેટલીક એવી સીમાઓ હોય છે, જેને એક પતિએ ક્યારેય લાંઘવી ના જોઈએ. જો એવું થાય, તો તે પત્નીને હર્ટ કરવાની સાથોસાથ તમારા સંબંધોને પણ મોટું નુકસાન પહોંચાડી શકે છે. ચાલો જાણીએ એ ત્રણ સીમાઓ વિશે, જેને પતિએ ક્યારેય લાંઘવી ના જોઈએ.

ભાષા

તમે બંને લગ્ન બાદ એકબીજાની કંપનીમાં રિલેક્સ્ડ થઈ ચુક્યા હો અને ખુલીને તમારા વિચાર વ્યક્ત કરવા માંડો, પરંતુ તેનો મતલબ એ જરા પણ નથી કે તમે પત્નીને કંઈ પણ બોલી દો. ભલે મજાક હોય કે પછી ગુસ્સો હોય, પોતાની ભાષા પર નિયંત્રણ જરૂર રાખો. તમારા દ્વારા કહેવામાં આવેલો એક ખોટો શબ્દ પણ તમારા સંબંધને એટલી હદે નુકસાન પહોંચાડી શકે છે, જેની ભરપાઈ તમારે જીવનભર કરવી પડી શકે છે. કંઈ પણ એવું ના બોલો જેનાથી પત્નીના આત્મસન્માનને કે પછી તેની ભાવનાઓને દુઃખ પહોંચે.

પર્સનલ સ્પેસ

લગ્ન બાદ કપલ સાથે રહેતા સ્પેસ, સમય અને વસ્તુઓ શેર કરે છે, પરંતુ તેનો મતલબ એ નથી કે પતિ પોતાની પત્નીની પર્સનલ સ્પેસમાં દખલ આપી શકે છે. પત્નીનું પર્સ, મોબાઈલ, અકાઉન્ટ ચેક કરવાથી લઈને તેના મિત્રો તેમજ પરિવાર સાથે જોડાયેલી જિંદગીને પ્રભાવિત કરવી તેની પર્સનલ સ્પેસમાં દખલ આપવા સમાન છે. પતિ જ્યારે આ બધુ કરે છે તો પત્નીને આ વર્તન કંટ્રોલિંગ લાગી શકે છે. તેને લાગે છે કે, તેનું પોતાનું જીવન તેનું પોતાનું નથી રહ્યું અને તેણે તેના પતિની મરજી પ્રમાણે જીવવું પડશે. આવું કરવાથી તમારો સંબંધ એવા વળાંક પર આવી જશે, જ્યાંથી રસ્તા માત્ર અલગ જ થશે.

શારીરિક સંબંધ

પતિ-પત્નીની વચ્ચે શારીરિક સંબંધ તેમની મેરેજ લાઈફનો નેચરલ પાર્ટ હોય છે. જોકે, તેનો મતલબ એ જરા પણ નથી કે પતિ પોતાની ઈચ્છા અનુસાર પત્નીને સંબંધ બનાવવા માટે મજબૂર કરી શકે છે. પત્ની જો ના પાડતી હોય કે પછી તે સહજ અનુભવ ના કરી રહી હોય તો પતિએ દરેક પરિસ્થિતિમાં તેની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ. એવું ના કરવા પર સંબંધ તૂટી શકે છે, એટલું જ નહીં તે પતિને જેલમાં પણ મોકલી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp