પોર્ન જોનારા લોકોના હોય છે ત્રણ પ્રકાર, તમે કયા પ્રકારમાં આવો છો?

PC: christianpost.com

ઈન્ટરનેટનો યુઝ કરનારાઓ મોટાભાગના લોકો પોર્ન જોતા હોય છે. પોર્ન જોવાના પોતાના ફાયદા અને ગેરફાયદા બંને છે. પરંતુ તાજેતરમાં એક જુદા જ પ્રકારનું રિસર્ચ બહાર આવ્યું છે, જેમાં જણાવાયું છે કે માત્ર ત્રણ જ પ્રકારના લોકો પોર્ન જોતા હોય છે. એટલે કે પોર્ન જોનારા લોકો ત્રણ જુદી જુદી કેટેગરીઓમાં વહેંચાઈ જતા હોય છે. આ સંશોધનમાં બહાર આવેલી વાતો ખરેખર રસપ્રદ છે. ચાલો એક નજર કરીએ એ ત્રણ પ્રકારો પર.

તમને જાણીને આશ્ચર્ય થશે કે પોર્ન જોનારી ત્રણ કેટગરીમાં માત્ર એક કેટેગરી જ હેલ્થી માનવામાં આવી છે. જર્નલ ઑફ સેક્સયુઅલ મેડિસિનમાં છપાયેલી એ ખબર મુજબ પોર્ન જે ત્રણ જ પ્રકારના લોકો જોય છે, જેમાં એક પ્રકાર છે લતી લોકોનો. એટલે કે જેમને લત લાગી હોય એવા લોકોનો એમાં સમાવેશ થાય છે. તો બીજો પ્રકાર છે દુઃખી લોકોનો. જી હા, જે લોકો દુઃખી હોય તેઓ પણ તેમના દુઃખથી છૂટકારો મેળવવા માટે પોર્ન સાઈટ્સને સહારે જાય છે. અને અવનવું પોર્ન સર્ચ કરતા રહે છે.

તો ત્રીજા પ્રકારના લોકો એ હોય છે, જેઓ મજા લેવા માટે પોર્ન જોતા હોય છે. દુનિયાના મોટાભાગના લોકો આ ત્રીજા પ્રકારમાં આવે છે, જેઓ અમુક મિનિટ્સનો આનંદ લેવા પોતાની ફેન્ટ્સીને તેજ કરવા માટે પોર્ન જોતા હોય છે. આશ્ચર્યજનક વાત એ છે કે પોર્ન જોનારી મોટભાગની મહિલાઓ આ ત્રીજી કેટેગરીમાં જ આવતી હોય છે. એટલે કે પોર્ન જોતી મહિલાઓ લતી કે દુઃખીની કેટેગરીમાં અત્યંત ઓછા પ્રમાણમાં આવતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp