56 વર્ષના આધેડે કર્યા 29 વર્ષની મહિલા સાથે લગ્ન, જાણો પ્રેમની ગજબ કહાની

PC: Zeenews.india.com

પ્રેમ ઉંમર અને ધર્મ વચ્ચેનો તફાવત નથી જોતો તેવી જૂની કહેવત છે જે કહેવત પાકિસ્તાનના એક દંપતી પર બંધબેસે છે. કારણ એ 56 વર્ષના આધેડે 29 વર્ષની મહિલા સાથે લગ્ન કરી લીધા હતા. જે દંપતીને લગ્ન જીવન દરમિયાન 3 બાળકો થયા છે. ત્યારબાદ બન્નેએ યુટ્યુબ ચેનલ પર પોતાની સ્ટોરી જણાવતા હાલ તે સોશિયલ મીડિયા પર ધૂમ વાયરલ થઈ રહી છે.

પ્રથમ પત્ની મૃત્યુ પામ્યા બાદ કર્યા બીજા લગ્ન

પાકિસ્તાન રેલવેમાં કામ કરતા માણસના જણાવ્યા અનુસાર કે આશરે 9 વર્ષ પહેલાની વાત છે. આ સમયગાળા દરમિયાન તેમની પત્ની હૃદયની સમસ્યાથી પીડાતી હતી અને લાંબી સારવાર બાદ પણ તેનું મોત નીપજ્યું હતુ. ત્યારબાદ પોતાની ત્રણ દીકરીઓની ચિંતા થતી હતી. બાળકોની ચિંતા અને નોકરી બન્નેને વચ્ચે સંકલન અઘરું બન્યું હતું.આ દરમિયાન આ વ્યક્તિને 29 વર્ષની મહિલા વિશે જાણકારી મળી હતી. આ પરણિત મહિલાને તેના પતિ સાથે ન બનતા મહિલાએ છૂટાછેડા આપી દીધા હતા. મહિલાનો પતિ મારતો હોવાથી તેણે છુટાછેડા આપ્યા અને ત્યારબાદ મહિલાએ લગ્ન ન કરવાનું વિચાર્યું હતું અને જો ફરી લગ્ન કરશે તો યુવાને બદલે વૃદ્ધ સાથે જ લગ્ન કરશે તેમ મહિલાએ વિચાર્યું હતું.

પુરુષની પુત્રીઓ નવી માતાને સ્વીકારવા તૈયાર ન હતી

આ વ્યક્તિના જણાવ્યા અનુસાર તેણે પરિવારના કેટલાક સભ્યોને વાત કર્યા બાદ મહિલા લગ્ન માટે માની ગઈ હતી. પરંતુ લગ્ન બાદ બીજી પત્ની ઘરે આવી હતી જેની સામે માટે સમસ્યાએ હતી કે આ વ્યક્તિની ત્રણ દીકરીઓ મોટી હોવાથી તે બીજી માને સ્વીકારવા તૈયાર ન હતી. ત્યારબાદ નવા પરિવારમાં સ્થાન બનાવવું મુશ્કેલ હોવા છતાં મહિલાએ બધાના દિલ જીતી સ્થાન બનાવી લીધું હતું.

બીજા લગ્નથી દંપતીને 3 બાળકોનો જન્મ થયો

આ દંપનીના બીજા લગ્નથી બંનેને બીજા 3 બાળકોનો જન્મ થયો હતો. હાલ પુરુષની ઉંમર 65 વર્ષની છે બીજી તરફ તેની પત્નીની ઉંમર માત્ર 38 વર્ષની છે. ઉપરાંત પુરુષની મોટી પુત્રીની ઉંમર પણ 25 વર્ષની છે. બીજી પત્નીના પ્રવેશથી આનંદિત માણસે જણાવ્યું હતું કે એકવાર તે ખૂબ બીમાર પડ્યો હતો જે વેળાએ તેની નવી પત્નીએ જ તેની અને તેની ત્રણ પુત્રીઓની સંભાળ લીધી હતી.

ઘણા લોકો જાણી જોઈને ચીડવે છે

આ લગ્નથી ખુશ નવી પત્નીના કહ્યા અનુસાર પોતાના વૃદ્ધ પતિનું વર્તન ઘણું સારું છે અને કાશ તેના લગ્ન પહેલા જ તેણી સાથે થયા હોત તો તેમની ખૂબ સંભાળ રખાત.બીજી તરફ આ લગ્ન બાદ તેમને મેંણા પણ સાંભળવા મળ્યા છે. કેમ કે ઘણા લોકો તેના પતિને તેની સામે બાબા કહીને બોલાવે છે તો અમુક લોકો ભૂલથી તેમના પતિને સાસરા સમજી લેતા હોવાથી દંપતીને શરમનો સામનો કરવાનો વારો આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp