એક જ ઘરમાં જાન લઇ પહોંચ્યા 7 વરરાજા, જોયું તો તાળુ લાગેલું અને પછી...

PC: unsplash.com

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં શુક્રવારે એક અજીબ કિસ્સો સામે આવ્યો. જ્યાં કોલાર પોલીસ સ્ટેશનમાં એક નહીં બલ્કે 7 વરરાજા પોતાની ફરિયાદ લઇ ત્યાં પહોંચ્યા, જેમની ફરિયાદ હતી કે જ્યારે તેઓ જાન લઇ ત્યાં પહોંચ્યા તો ત્યાં ન દુલ્હન કે તેના પરિજનો અને નહિ કે લગ્ન કરાવનારા હતા. આ વરરાજાઓની ફરિયાદ પર કોલાર પોલીસ સ્ટેશને ઠગ કરનારી સંસ્થાના સંચાલકો પર છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છએ. આ સંસ્થાએ દરેક પાસેથી લગ્ન કરાવવા માટે 20-20 હજાર રૂપિયા લીધા હતા.

લગ્ન કરવાનો વાયદો કરી યુવકો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરનારી સંસ્થા શગુન જન કલ્યાણ સેવા સમિતિના સંચાલકો પર કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. ગરીબ યુવતીઓને સારું ઘર અપાવવાના બહાને યુવકોને દેખાડવામાં આવતી હતી. આ યુવતીઓને દેખાડી વરપક્ષ પાસેથી 20-20 હજાર રૂપિયા રજિસ્ટ્રેશનના નામે વસૂલવામાં આવતા હતા. ત્યાર પછી યુવતીઓને કહેતા કે યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી. નક્કી કરેલી તારીખે જ્યારે યુવક જાન લઇ ત્યાં પહોંચતો તો ત્યાં તાળુ લાગેલું મળતું.

જાણકારી અનુસાર, મેહગામ, ભિંડ નિવાસી કેશવ બઘેલ જાન લઇ ત્યાં પહોંચ્યા તો લગ્નવાળા ઘરે તાળુ લટકેલું જોવા મળ્યું. ત્યાં ન તો દુલ્હન હતી નહીં કે તેના પરિજનો. લગ્ન નક્કી કરનારી સંસ્થાના ઓફિસે પણ તાળુ હતું. પરેશાન થઇ તેઓ કોલાર પોલીસ સ્ટેશન પહોંચ્યા તો ત્યાં પહેલાથી જ 6 વરરાજા અને તેના પરિજનો ફરિયાદ દાખલ કરાવી રહ્યા હતા.

કેશવના બનેવી જગ્દીશ 3 મહિના પહેલા ભિંડ ગયા હતા. બસ સ્ટેન્ડ પર તેમને સંસ્થાનું બ્રોસર મળ્યું. જેમાં 4  લોકોના નામ અને નંબર હતા. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સમિતિ ગરીબ યુવતીઓના લગ્ન કરાવે છે. કોલ કરવા પર એક મહિલા ફોન રીસિવ કરતી. જેણે પોતાનું નામ રોશની તિવારી જણાવ્યું. જેને લગ્ન માટે કોલરના વિનીત કુંજ સ્થિત ઓફિસે બોલાવ્યા. જગ્દીશે જણાવ્યું તે 16 જાન્યુઆરીના રોજ બપોરે તે ઓફિસ પહોંચ્યો હતો. જેને 25 વર્ષીય યુવતી દેખાડવામાં આવી. ત્યાર પછી લગ્ન નક્કી કરી દેવામાં આવ્યા હતા. રોશનીએ યુવતીને પોતાની દીકરી જણાવી હતી. સમિતિએ લગ્ન કરાવવાના નામે 20 હજાર રૂપિયા લીધા હતા.

વરરાજાઓમાં 2 આગ્રા, એક શિવપુરી અને એક ભિંડના હતા. બાકીનો વરરાજો ફરિયાદ કર્યા વિના જ પરત જતો રહ્યો હતો. રિંકુ, કુલદીપ અને રોશની તિવારી નામના લોકો આ રેકેટ ચલાવી રહ્યા હતા. આ લોકો લગ્નની ઉંમરની ગરીબ યુવતીઓની શોધ કરતા હતા. તેઓ કરિયાવર વિના સારા ઘરમાં લગ્ન કરવાની વાત કરતા હતા. યુવતીને વર દેખાડવાના બહાને લાવતા હતા. ત્યાર પછી માંગુ રદ્દ કરવાની વાત કહી યુવતીને ના પાડી દેતા હતા.

કુલદીપ તિવારી અને તેની પત્ની રોશની તિવારી આ સમિતિને સંચાલિત કરે છે. રોશની યુવતીની માતા બનતી હતી. રિંકુ આ સંસ્થાનો કર્મચારી બનતો હતો. રોશની યુવતીઓની માતા બની ફરિયાદીઓને છેતરતી હતી. આમાં યુવક અને યુવતી તો સાચા જ હતા પણ બાકીનું જુઠ્ઠાણુ હતું. પોલીસે આ મામલે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp