મલાઈકાને પસંદ નથી ગોસિપ કરનારા પુરુષ, આ 7 આદતો ધરાવતા પુરુષથી દૂર ભાગે છે મહિલા

PC: vogue.in

પુરુષ હોય કે મહિલા તેમને એકબીજામાં કેટલીક એવી બાબતો છે જે પસંદ આવે છે અને કેટલીક એવી બાબતો છે, જે ખરાબ લાગે છે. મહિલાઓની વાત કરીએ તો પોતાની પસંદના પુરુષની પસંદગી કરતી વખતે તેઓ ઘણી નાની-નાની બાબતો પર ધ્યાન આપે છે. જેમ કે, હાલમાં જ સુપર મોડલ ઓફ ધ યરના સેટ પર મિલિંદ સોમન સાથે વાત કરતા મલાઈકા અરોરાએ ખુલાસો કર્યો હતો કે, તેને ક્લીન શેવ અને ગોસિપ કરનારા પુરુષ પસંદ નથી. અહીં આવી જ 7 આદતો વિશે વાત કરવામાં આવી છે, જે મહિલાઓને પસંદ નથી.

હંમેશાં પોતાના વખાણ કરનારા પુરુષો

મહિલાઓને એવા પુરુષો જરા પણ પસંદ નથી આવતા જે માત્ર પોતાના વિશે જ વાતો કરતા હોય. તેને આત્મમુગ્ધ કહેવામાં આવે છે. તેઓ સામેવાળાને બોલવાની તક પણ નથી આપતા. તેમને દરેક સમયે માત્ર પોતાના વિશે જ વાત કરવાની અને પોતાના વિશે જ સાંભળવાનું ગમતું હોય છે. તેમને એ જાણવામાં કોઈ રસ નથી હોતો કે સામેવાળી વ્યક્તિના જીવનમાં શું ચાલી રહ્યું છે. રિસ્પોન્સની રાહ જોયા વિના તેઓ સતત બોલ્યા જ કરે છે અને મહિલાઓને આવા પુરુષ જરા પણ પસંદ નથી આવતા.

કંટ્રોલ કરનારા પુરુષો

આવા લોકો પોતાની આસપાસ દરેક વસ્તુને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે. તમે જે કંઈ પણ કરતા હો ત્યાં સુધી તો ઠીક પરંતુ તેઓ તમે જે પણ વિચારતા હો તે પણ પોતાના પ્રમાણે ઈચ્છે છે. જો તમે તેમની મરજી કરતા અલગ ઓપિનિયન રજૂ કર્યો તો તેઓ નારાજ થઈ જાય છે અને તમને એ સમજાવવાનો પ્રયત્ન કરવા માંડે છે કે તેઓ સાચા છે અને તમે ખોટા. રિલેશનશિપમાં આવા લોકો પોતાના પાર્ટનરને જરા પણ સ્પેસ નથી આપતા. આવા પુરુષોથી મહિલાઓ દૂર ભાગે છે.

હંમેશાં દુઃખડા રડતા પુરુષો

એવા લોકો જેમની સાથે હોવાથી તેમના જીવનની રોનક પણ જતી રહે છે. મહિલાઓ આવા પુરુષોને પસંદ નથી કરતી. આવા પુરુષો હંમેશાં કોઈક ને કોઈક વાતને લઈ ફરિયાદ જ કરતા રહે છે. સ્વભાવથી આવા લોકો નકારાત્મક અને ખૂબ જ ઈમોશનલ હોય છે. તેઓ કોઈપણ વાતને જલ્દી નજરઅંદાજ નથી કરી શકતા. રિલેશનશિપમાં તેઓ હંમેશાં નેગેટિવ બાબતો પર ધ્યાન આપે છે અને પાર્ટનરને નીચા બતાવવાનો પ્રયત્ન કરે છે.

દરેક વાત પર ડ્રામા કરનારા પુરુષો

કેટલાક પુરુષો નાની વાતને ખૂબ જ મોટું સ્વરૂપ આપી દેતા હોય છે. એક સમસ્યા પૂરી ના થાય ત્યાં બીજી સમસ્યા લઈને આવી જાય છે. આવા લોકોને ફરિયાદ કરવામાં જ વધુ સંતોષ મળે છે. રિલેશનશિપમાં પણ તેઓ પોતાની હરકતોથી પોતાને વધુ ખાસ બતાવવાનો પ્રયત્ન કરે છે. મહિલાઓને આવા પુરુષો પસંદ નથી આવતા.

ગોસિપ કરનારા પુરુષો

આવા પુરુષો પોતે જલ્દી ખુશ નથી થતા અને બીજાની ખુશી પણ તેમને પસંદ નથી આવતી. આવા લોકોમાં જલનની ભાવના ખૂબ જ વધુ હોય છે. તેઓ જે રિલેશનમાં હોય છે, તેમા પણ કડવાશ ભેળવી દે છે. આવા લોકો બીજાને ખૂબ જ જલ્દી જજ કરીને નિર્ણય સંભળાવી દે છે. ગોસિપ કરીને તેઓ પોતાના મનની ભડાશ બહાર કાઢે છે. મહિલાઓને આવા પુરુષોથી નફરત હોય છે.

ખોટું બોલનારા પુરુષો

કેટલાક પુરુષોને વાત વાતમાં ખોટું બોલવાની આદત હોય છે. પોતાની એક ભૂલ છૂપાવવા માટે તેઓ ઘણા બધા જુઠાણા બોલે છે. આવા લોકો છળ કરવામાં સૌથી આગળ હોય છે. સંબંધમાં આવા લોકો વિશ્વાસપાત્ર નથી હોતા. મહિલાઓ આવા પુરુષો સાથે લાંબા સમય સુધી રિલેશનશિપમાં નથી રહી શકતી.

વખાણ ના કરનારા પુરુષો

મહિલાઓને એવા પુરુષો જરા પણ પસંદ નથી આવતા, જે કોઈપણ સફળતા પર મહિલાઓના વખાણ નથી કરતા અને તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત નથી કરતા. આ લોકો પોતાના પાર્ટનરની ભાવનાઓનું જરા પણ ધ્યાન નથી રાખતા તેમજ તેમના વિચારોનું સન્માન પણ નથી કરતા. આવા લોકોને પ્રેમ કરવો કોઈને પણ માટે મુશ્કેલ બની જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp