70 વર્ષની મહિલાએ કર્યા લગ્ન, સેક્સ લાઈફ અંગે કર્યા ખુલાસા

PC: facebook.com

જ્યારે કપલ એકબીજાને પ્રેમ કરે છે તો, કોઈ  ધર્મ અથવા જાત કે ઉંમર તેમને નડતી નથી. તેમને માત્ર પાર્ટનરનો પ્રેમ અને સાથ દેખાય છે. આજકાલ યુવાનોની સાથે મોટી ઉંમરના લોકો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનું એકલતાપણું દૂર કરવા ડેટિંગ અપનો ઉપયોગ કરતા થઈ ગયા છે. તેનો જ એક કિસ્સો અમેરિકામાં જોવા મળ્યો છે.

જ્યાં 70 વર્ષની મહિલાએ 69 વર્ષના પુરુષ સાથે લગ્ન કર્યા છે. હવે લગ્નના સાત મહિના પછી આ નવવિવાહિત કપલે પોતાની સેક્સ લાઈફ અંગે પણ ખુલીને વાત કરી છે. કપલે કહ્યું છે કે તે બંને એકબીજાથી દૂર રહી શકે તેમ નથી અને બેડરૂમમાં કલાકો સુધી એકબીજા સાથે રોમાન્સમાં ગળાજૂબ રહે છે. કપલે દાવો કર્યો છે કે તે લોકો બેસ્ટ-ક્વોલિટી સેક્સ એન્જોય કરી રહ્યા છે. અમેરિકાના ફ્લોરિડામાં રહેતી સિંથિયા કેસે કહ્યું છે- હા, રોમાન્સ દરમિયાન અમે લોકો ઘણી વખત વધારે થાકી જઈએ છે.

જણાવી દઈએ કે સિંથિયા કેસ વિધવા હતી. તે ફાયનાન્સિયલ ટ્રેડિંગ સોફ્ટવેર ડિઝાઈનીંગનું કામ કરતી હતી. જ્યારે તેનો પતિ જેમ્સ કલાર્ક લાસ વેગાસમાં રહેતો હતો. તે એક પ્રોફેશનલ પોકર પ્લેયર હતો. સિંથિયા સાથે મુલાકાત થઈ તેના 10 વર્ષ પહેલા જ ક્લાર્કના ડિવોર્સ થઈ ગયા હતા.

સિંથિયા અને ક્લાર્કની મુલાકાત આશરે દોઢ વર્ષ પહેલા એક ડેટિંગ એપ પર થઈ હતી. ઓનલાઈન કનેક્શનના 10 દિવસો પછી જ ક્લાર્ક ફ્લોરિડામાં સિંથિયાના ઘરે પહોંચી ગયો હતો. જેના પછી ક્લાર્ક ફ્લોરિડા શિફ્ટ થઈ ગયો હતો. તે સિંથિયા અને તેના 38 વર્ષના છોકરા ડેની સાથે રહે છે. 9 મહિના સુધી કપલે એકબીજાને ડેટ કર્યા અને પછી લગ્ન કરી લીધા હતા.

સિંથિયાએ કહ્યું હતું કે જ્યાં સુધી બંને પાર્ટનર્સ રોમાન્સ માટે ફિઝીકલી અને મેન્ટલી રેડી હોવ છો, વૃદ્ધાવસ્થામાં રોમાન્સ એન્જોય ન કરી શકવાનું કોઈ કારણ નથી. મગજ સૌથી મોટું સેક્સુઅલ ઓર્ગન છે. હાર માની લેવા પર બધુ ખરાબ થઈ જાય છે. સિંથિયાએ માન્યું છે કે તે દિવસોમાં બંનેની સેક્સ લાઈફ અંગે જાણીને કેટલાંક ફ્રેન્ડ્સ હેરાન રહી ગયા છે. તેમણે કહ્યું કે- તે લોકોને અમારાથી જલન થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp