પતિ લગ્નના 3 વર્ષ બાદ પણ પ્રેમિકાને ન ભૂલી શક્યો, પત્નીએ કરાવી દીધા લગ્ન

PC: news18.com

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં હાલમાં જ એક આશ્ચર્યજનક ઘટના સામે આવી. અહીં એક પત્નીએ લગ્નના ત્રણ વર્ષ બાદ પોતાના પતિની તેની પ્રેમિકા સાથે લગ્ન કરવામાં મદદ કરી. જોકે, આશ્ચર્યજનક વાત એ છે કે પતિ તેની પત્ની અને પ્રેમિકા બંને સાથે સંબંધ રાખવા માંગતો હતો. પરંતુ ભારતીય કાયદામાં તેની મંજૂરી આપવામાં આવી નથી. ત્યારબાદ મહિલાએ ખૂબ જ મોટું પગલું ભરીને પોતાના પતિના તેની પ્રેમિકા સાથે લગ્ન કરાવી દીધા.

મહિલાના વકીલે ANIને કહ્યું, કે પતિ બંને મહિલાઓ સાથે સંબંધ રાખવા માંગે છે, જો કે તે કાયદા પ્રમાણે શક્ય નથી. તેની પત્ની ઘણી સમજદાર હતી, તેણે તેના પતિને છૂટાછેડા આપી દીધા. અને તે પછી એક મોટું પગલું ભર્યું, તેણે તેના પતિના લગ્ન તેની પ્રેમિકા સાથે કરાવી દીધા.

ગયા વર્ષે પણ આવી ચોંકાવનારી ઘટના બની હતી. ભોપાલમાં વર્ષ 2019માં આવી જ એક ઘટના સામે આવી હતી. લગ્નના સાત વર્ષ પછી પોતાના પતિને છુટાછેડા આપી દીધા, જેથી તે તેની પ્રેમિકા સાથે નવું જીવન શરુ કરી શકે. મધ્ય પ્રદેશમાં આવી ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp