સેક્સ ડોલ સાથે લગ્ન કર્યા પછી બોડી બિલ્ડરે છોકરીઓ સાથે ડેટ કરવા મૂકી આ શરત

PC: instagram.com

દુનિયાભરમાં એવી ઘણી ખબરો સાંભળી હશે જેની પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ થઈ જાય છે. એવો એક મામલો કઝાકિસ્તાનથી સામે આવ્યો છે. અસલમાં સેક્સ ડોલથી લગ્ન કરનારા કઝાકિસ્તાનના બોડી બિલ્ડર યુરી તોલોચકો હવે વ્યક્તિઓની સાથે ડેટિંગ કરવા માટે તૈયાર છે પરંતુ તેણે કેટલીક શરતો રાખી છે.

ડેઈલી રિપોર્ટમાં છપાયેલી આ ખબર પ્રમાણે યુરી તોલોચકોએ શુક્રવારે યુકે સ્થિત ફુબેર રેડિયો પર આવનારા ધ ડેટિંગ શો દરમિયાન આ અંગે વાત કરતા કહ્યું હતું કે તે ભૂતકાળમાં સાત વર્ષ સુધી એક સિરીયસ રિલેશનશીપમાં રહી ચૂક્યો છે અને હવે એક વખત ફરીથી છોકરીઓ સાથે તે સંબંધમાં આવવા માટે તૈયાર છે. તેણે આઠ મહિના સુધી ડેટિંગ કર્યા પછી નવેમ્બર 2020માં પોતાની સેક્સ ડોલ માર્ગો સાથે લગ્ન કર્યા હતા અને હવે ફરીથી તે કોઈ મહિલા સાથે સંબંધમાં આવવા માટે તૈયાર છે.

 
 
 
View this post on Instagram

A post shared by OddJack / Yuri Tolochko (@yurii_tolochko)

રિપોર્ટ્સ પ્રમાણે, યુરીએ પોતાની પહેલી સેક્સ ડોલ માર્ગોને તલાક આપી દીધા છે અને પોતાની નવી ડોલ લૂના અને લોલોની સાથે એક નવા સંબંધમાં જોડાઈ ચૂક્યો છે. બોડીબિલ્ડરે કહ્યું છે કે, તે હવે વ્યક્તિઓની સાથે સંબંધમાં આવવા તૈયાર છે, પરંતુ તેના માટે કોઈ પણ મહિલાએ તેનમી સેક્સ ડોલને પણ પસંદ કરવી પડશે. આ વાતને સમજાવતા યુરીએ કહ્યું છે કે હું લગભગ સાત વર્ષ સુધી એક સિરીયસ સંબંધમાં હતો. આ મારા માટે દિલચસ્પ અને મહત્ત્વપૂર્ણ છે અને ભવિષ્યમાં કદાચ મારી પાસે કોઈ વાસ્તવિક વ્યક્તિ હોય પરંતુ આ જરૂરી છે કે તે મારી ડોલને પણ પસંદ કરે.

રિપોર્ટ્સ પ્રમાણે, બોડી બિલ્ડર યુરીએ માર્ચમાં પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ડોલ લોલોના ફોટા શેર કર્યા હતા. યુરીએ કહ્યું હતું કે ભવિષ્યમાં તે પોતાના સંબંધમાં એક મેલ ડોલને સાથે લાવી શકે છે. તે આ મેલ ડોલ અને પોતાની સેક્સ ડોલ લૂનાના લગ્ન કરાવવા માગે છે. યુરી આ દરમિયાન એક સેરેમની પણ આયોજિત કરવા માગે છે. યુરીએ કહ્યું હતું કે આ એક લગ્નની જેમ હશે પરંતુ લગ્ન નહીં હોય.

     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp