ફેસબુક પર દોસ્તી કરી લગ્ન કર્યા પછી યુવક પત્નીના ઘરેણાં લઇને ફરાર

PC: aajtak.in

 કોલકાત્તામાં રહેતી એક યુવતીને ઉત્તર પ્રદેશમાં રહેતા એક યુવક સાથે ફેસબુક પર દોસ્તી થઇ હતી, પછી બનેંએ લગ્ન કર્યા, પણ યુવકે પોત પ્રકાશ્યું અને યુવતીના ઘરેણાં લઇને ફરાર થઇ ગયો હોવાની ઘટના સામે આવી છે.

સોશિયલ મીડિયા પર  દોસ્તી કરીને ભેરવાયા હોવાની અનેક ઘટનાઓ સામે આવવા છતા લોકો જાગૃત થતા નથી અને પછી બીજાના સંકજામાં આવી જાય છે. આવી જ એક ઘટના સામે આવી છે. એક યુવતિને  યુવાન સાથે ફેસબુક પર દોસ્તી થઇ પછી  બનેંએ લગ્ન કર્યા પણ યુવાન યુવતિના ઘરેણાં લઇને ફરાર થઇ ગયો હતો. યુવતિએ એક વર્ષ પછી કંટાળીને ધોખેબાજ પતિના ઘરે જઇને હંગામો કર્યો હતો અને યુપીની ફતેહપૂર પોલીસને ન્યાય માટે વિનંતી કરી છે. યુવતીનું કહેવું છે કે તેનો પતિ તેણીને વારંવાર આપઘાત કરવાની ધમકી આપતો હતો, ઘમકી આપીને કહેતો હતો કે જો તુ લગ્ન માટે નહીં માની તો એ પોતાના ગરદન પર બ્લેડ મારીને આત્મહત્યા કરી લેશે.

યુવતીએ માંગ કરી છે કે આવા શાતિર લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઇએ. તેણીએ કહ્યું હતું કે લગ્ન પછી તેનો પતિ તમામ ઘરેણાં અને રોકડ લઇને ફરાર થઇ ગયો છે., પોલીસે આરોપીની ધરપકડ કરવાનું મહિલાને આશ્વાસન આપ્યું છે.

યુવતીએ પોલીસને કહ્યું હતું કે ફેસબુક પર અભિષેક આર્યા નામના યુવાન સાથે દોસ્તી થઇ હતી, થોડી ઓળખાણ થયા પછી જાણ થઇ હતી કે અભિષેક દુરનો સંબધી નિકળ્યો હતો. થોડા સમય પછી અભિષેકે લગ્ન કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. સાથે સાથે તેણે ઇમોશનલ બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. અભિષેક ધમકી આપતો હતો કે જો મારી સાથે લગ્ન ન કર્યા તો ગરદન પર બ્લેડ મારીને આત્મહત્યા કરી લઇશ.

યુવતીએ કહ્યું હતું કે અભિષેકની ધમકીઓને તો નજર અંદાજ કરી હતી, પરંતુ એક દિવસ તે ફલાઇટમાં સીધો કોલકાત્તા આવી ગયો હતો અને તેણે શાલિનતાથી વાત કરતા હું લગ્ન માટે તૈયાર થઇ હતી. અમે કોર્ટમાં લગ્ન કર્યા હતા અને એક હોટલમાં રોકાયા હતા. પણ અભિષેક 3 લાખના  ઘરેણાં અને 1 લાખ રૂપિયા રોકડા લઇને ફરાર થઇ ગયો હતો.

.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp