આ દેશમાં LGBTQ વિરોધી બિલ પાસ, સમલૈંગિક સંબંધ રાખનારને થશે મોતની સજા

PC: twitter.com

યુગાન્ડાની સંસદે મંગળવારના રોજ એક બિલ પસાર કર્યું છે જેના અંતર્ગત સમલૈંગિક ઓળખ જાહેર કરવાને ગુનો જાહેર કરી દેવામાં આવ્યો છે. આ બિલ અનુસાર જો કોઈ વ્યક્તિ સમલૈંગિક સંબંધોમાં સંડોવાયેલો જોવા મળશે તો તેને મૃત્યુ સુધીની સજા થઈ શકે છે. તમને જણાવી દઈએ કે 30 થી વધુ આફ્રિકન દેશોમાં સમલૈંગિકતા પર પ્રતિબંધ છે અને આ માટે આ દેશોમાં સખત સજાની જોગવાઈ છે. આ બિલ હવે રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેની પાસે જશે, જેઓ તેને વીટો કરી શકે છે અથવા કાયદા પર હસ્તાક્ષર કરી શકે છે.

યુગાન્ડાના આ નવા બિલ મુજબ દેશમાં સમલૈંગિકતાને અપરાધ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ બિલની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા પર આજીવન કેદથી લઈને મૃત્યુદંડ સુધીની સજા થઈ શકે છે. આ બિલ અનુસાર, એવા લોકોને મૃત્યુ દંડની સજા આપવામાં આવશે જે લોકો 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ સાથે સમલૈંગિક સંબંધ બનાવવાના દોષિત મળી આવશે અથવા તો પછી એચઆઈવીથી સંક્રમિત હોવા છતાં સમલૈંગિક સંબંધ બનાવે છે. જ્યારે સમલૈંગિક સંબંધોમાં સંડોવાયેલા અને સમાન લિંગ સાથે લગ્ન કરનારાઓને આજીવન કેદની સજા કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp