શું મહિલાઓમાં પુરુષોની સરખામણીમાં શારીરિક સંબંધની ઈચ્છા ઓછી હોય છે?

PC: psychologytoday.com

સવાલઃ મારી પત્ની સેક્સમાં વધુ રસ નથી લેતી, જ્યારે મને દરરોજ સેક્સ કરવાની ઈચ્છા થાય છે. શું બધી જ મહિલાઓમાં પુરુષોની સરખામણીમાં સેક્સની ઈચ્છા ઓછી હોય છે કે પછી તે વ્યક્તિગત સમસ્યા છે?

જવાબઃ સેક્સ માટે તમારી સરખામણીમાં પત્નીનો રસ ઓછો છે, એવું તમને લાગે છે. મારા અનુભવમાં પતિ સેક્સ પહેલાની ક્રિયા એટલે કે ફોરપ્લે યોગ્યરીતે નથી કરતો. તે તેમા ઓછો સમય પસાર કરે છે. આથી મહિલાઓ તૈયાર નથી હોતી. બીજી વાત એ છે કે, મહિલાઓને પ્રવેશ (પેનિટ્રેશન) માટે તૈયાર થવામાં વધુ સમય લાગે છે. એટલું જ નહીં, ઘણીવાર પુરુષ પહેલા ઉત્તેજિત થઈ જાય છે અને તે મહિલા પાર્ટનરને ઉત્તેજિત કરવાને બદલે, ડાયરેક્ટ પ્રવેશ કરવાનું શરૂ કરી દે છે. તે સમયે મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં ભીનાશ ઓછી હોય છે, આવી અવસ્થામાં પ્રવેશના સમયે ખૂબ જ દુઃખાવો થાય છે.

તેમાં ધ્યાન રાખવા જેવી વાત એ છે કે, જો કોઈ મહિલાને સેક્સ દરમિયાન દુઃખાવો થતો હોય તો તે સ્વાભાવિક છે કે, તેની કામેચ્છા ઓછી થઈ જશે. જ્યારે એ જ મહિલા પછી બીજીવાર સેક્સ વિશે વિચારશે તો દુઃખાવાની વાત તેને ફરી યાદ આવી જાય છે. તેનું પરિણામ એ આવે છે કે, તે સેક્સની ઈચ્છાથી વિમુખ થઈ જાય છે.

દાખલા તરીકે, તમે એકવાર ચા પીધી, જો ચા સારી લાગશે તો ફરીવાર પીવાનું મન થશે અને જો સારી નહીં લાગશે તો સ્વાભાવિક છે કે, તમને ચા ફરીવાર પીવાનું મન નહીં થશે. આથી, જ્યારે મહિલા પાર્ટનર સેક્સમાં રસ ઓછો લે તો એવામાં એ વધુ યોગ્ય રહેશે કે તમે તમારા પાર્ટનરને પૂછી લો કે તને શું પસંદ છે? ક્યાં સ્પર્શ કરું તો વધુ આનંદ આવે છે? ત્યારબાદ એ જ વસ્તુ કરો જે પાર્ટનરને સારી લાગતી હોય. તમે તમારા પાર્ટનરની પસંદનું જેટલું ધ્યાન રાખશો, એટલું તેમને સારું લાગશે. તેનાથી તેમની ઉત્તેજનામાં પણ પણ વધારો થશે.

હકીકતમાં સહવાસનો ચાર અક્ષરવાળો પર્યાય શબ્દ છેઃ વાતચીત. અહીં એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે, પ્રવેશનું કામ પાર્ટનર પર છોડી દો કારણ કે પોતાની ઉત્તેજનાની જાણકારી તેને જ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp