ભારતીય મૂળની યુવતીને દિલ દઇ બેઠી બાંગ્લાદેશી છોકરી, બંનેએ લગ્ન કરી લીધા

PC: aajtak.in

ભારતીય મૂળની યુવતીએ બાંગ્લાદેશી યુવતી સાથે લગ્ન કરી લીધા છે. બંને સમલૈગિંક છે. તેઓ એક ડેટિંગ એપ દ્વારા મળ્યા હતા. લગભગ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી, તેઓએ તાજેતરમાં લગ્ન કર્યા. જોકે, બે છોકરીઓના લગ્વ એટલા સરળ નહોતા. ખાસ કરીને બાંગ્લાદેશની ટીના દાસ માટે.

કેનેડામાં રહેતી સુભિક્ષા સુબ્રમણિ મૂળ તમિલનાડુની રહેવાસી છે. તેણે 31 ઓગસ્ટે બાંગ્લાદેશની ટીના સાથે ભારતમાં લગ્ન કર્યા હતા. સુભિક્ષા કહે છે કે આ બધું એટલું સરળ નહોતું. પરંતુ હું મારા માતાપિતાને સમજાવવામાં સફળ રહી હતી. જોકે, ટીના માટે તે ખૂબ જ મુશ્કેલ હતું. કારણ કે બાંગ્લાદેશની ટીનાના લગ્ન 19 વર્ષની ઉંમરે થયા હતા. જોકે, બાદમાં તે તેના પતિ અને પરિવારથી અલગ થઈ ગઈ હતી.

સુભિક્ષાએ કહ્યું કે અમારા મૂળ ભારતમાં છે. એટલા માટે હું ઈચ્છતી હતી કે અમારા લગ્ન ભારતમાં થાય, આખા પરિવારને સમજાવ્યા પછી,સુભિક્ષા તમિલનાડુ આવી અને ટીના સાથે લગ્ન કર્યા. સુભિક્ષા ટીનાને કેનેડામાં જ મળી હતી.. તેઓ 6 વર્ષ સાથે રહ્યા હતા અને હવે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે.

સુભિક્ષા કહે છે કે તેની માતા ઝડપથી સંમત થઈ ગઈ હતી, પરંતુ તેના પિતા અચકાતા હતા. તેઓ ઈચ્છતા હતા કે હું કેનેડામાં લગ્ન કરું. તેમને ચિંતા હતી કે લગ્ન સામે કોઈ આંદોલન કે વિરોધ ઉભો ન થઇ જાય. પરંતુ સુભિક્ષા ઈચ્છતી હતી કે તેના લગ્નમાં બધા સંબંધીઓ હાજર રહે અને લગ્ન ભારતમાં થાય તો જ તે શક્ય હતું.

આ બધામાં ટીના પણ તેના પાર્ટનરને પૂરો સાથ આપી રહી હતી. લગ્ન પછી ટીનાએ કહ્યું,મને ખૂબ સારું લાગે છે. હું પહેલીવાર તામિલનાડુ આવી છું. મને ખબર નથી કે મારી લાગણીઓ કેવી રીતે વ્યક્ત કરુ. સુભિક્ષાનો આખો પરિવાર તેની સાથે હતો. લગ્ન શાનદાર હતા જે એક સપનુ સાકાર થયું તેવા લાગતા હતા. હાલમાં સુભિક્ષા અને ટીના લગ્ન બાદ હનીમૂન માટે દેશની બહાર ગયા છે.

તેમના લગ્ન સંપૂર્ણ વિધિ-વિધાન સાથે સંપન્ન થયા હતા. જેમણે લગ્ન કર્યા હતા તેઓ પણ સમલૈગિંક સમુદાયના હતા. કપલે કહ્યું કે તેમને ટ્રોલનો પણ સામનો કરવો પડે છે. પરંતુ તેમના લગ્ન સમલૈગિંક સમુદાયને લઈને લોકોમાં પ્રવર્તતા પૂર્વગ્રહોને તોડવાનું કામ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp