પાર્ટનરના પેરેન્ટ્સ સાથે સોશિયલ મીડિયા પર જોડાતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન

PC: bioeffectsoflight.org

સોશિયલ મીડિયા હાલ તમામની લાઈફનો મહત્ત્વનો હિસ્સો બની ગયું છે. લોકોનું જીવન સોશિયલ મીડિયા સુધી સીમિત થઈ ગયું છે. લોકો Facebook, Instagram, Tweeter જેવી ઘણી સોશિયલ સાઈટ્સ પર પોતાની લાઈફ સાથે સંકળાયેલા ફોટા, વીડિયોઝ અને પોતાની ફીલિંગ્સ શેર કરતા હોય છે. એટલું જ નહીં પરંતુ કેટલાક લોકો તો પોતાના પાર્ટનરની સાથે ખુલ્લેઆમ પોતાના પ્રેમનો એકરાર કરતા હોય છે. જુના જમાનામાં આવું બધું નહોતું થતું. આજના સમયમાં તો લોકો પોતાના પાર્ટનરની ઓળખ પોતાના માતા-પિતા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી કરાવતા થઈ ગયા છે. પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના પાર્ટનરની ઓળખ માતા-પિતા સાથે કરાવવી યોગ્ય છે? આ પ્રશ્ન તમામના મનમાં ઊભો થતો હોય છે. તો તમે પણ તેનો જવાબ જાણી લો કે સોશિયલ મીડિયાના માધ્યમથી માતા-પિતા સાથે પાર્ટનરની ઓળખાણ કરાવવી એ યોગ્ય વિકલ્પ છે કે નહીં.

જુની પોસ્ટ કરવી પડશે શેર

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જેના દ્વારા તમે ક્યાંય પણ બેઠા-બેઠા કોઈની પણ લાઈફ સાથે સંકળાયેલી જાણકારીને સરળતાથી મેળવી શકો છો. આ ઉપરાંત, પોતાની લાઈફ સાથે સંકળાયેલા ખુલાસાઓ પણ કરી શકો છો. સમયની સાથોસાથ બધાના જ જીવનમાં ઘણાબધા બદલાવો આવતા હોય છે. આવામાં જો તમે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરતા હો તો એક વાતનું ખાસ ધ્યાન રાખો. સોશિયલ મીડિયા પર પાર્ટનરના પેરેન્ટ્સ સાથે જોડાતા પહેલા તમારી તમામ જુની પોસ્ટ્સને પહેલા બરાબર ચેક કરી લો કે તેમાં કંઈક એવું તો નથી ને કે જેનાંથી તેમને વાંધો હોય કે પછી નારાજ થાય.

નેગેટિવ ઈમેજ બની શકે છે

સોશિયલ મીડિયા તમારા જીવનને સરળ બનાવવાની સાથોસાથ તમારા માટે ઘણી મુશ્કેલીઓ પણ ઊભી કરી શકે છે. જો કોઈ યુવતી પોતાના પાર્ટનરના પેરેન્ટ્સને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ સાથે જોડવા માગતી હોય તો ત્યારે સમજદારીથી કામ લો. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે બની શકે કે કોઈ વાત સામે તમને વાંધો ના હોય પરંતુ તમારા પાર્ટનરના પેરેન્ટ્સને તે વાત ખટકે. જેમકે, તમારા અકાઉન્ટ પર શોર્ટ ડ્રેસમાં પોસ્ટ કરવામાં આવેલો તમારો ફોટો. બની શકે કે તે તેમને પસંદ ના આવે. આવામાં તમારી ઈમેજ નેગેટિવ બની શકે છે.

સ્ટેટસ શેર કરતા પહેલા એકવાર વિચારી લો

લોકો સોશિયલ મીડિયા પર પોતાના સ્ટેટસ અને ફોટોઝ વિચાર્યા વિના જ શેર કરી દેતા હોય છે. આવું એટલા માટે થાય છે કારણ કે તમને કોઈનો પણ ડર સતાવતો હોતો નથી. પરંતુ તમારા બોયફ્રેન્ડના પેરેન્ટ્સને તમે તમારા સોશિયલ મીડિયા સાથે જોડવા માગતા હો ત્યારે કોઈપણ પોસ્ટ કે ફોટો શેર કરતા પહેલા એકવાર વિચારી લો કે તેનું પરિણામ શું આવશે.

એક્સપર્ટ્સના મંતવ્યો

એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, જો તમને લાગે કે તમારા પાર્ટનરના પેરેન્ટ્સને તમારી કોઈપણ એક્ટિવિટી સામે કોઈપણ પ્રકારનો વાંધો નથી તો તમે જરા પણ અચકાયા વિના તેમને તમારી સાથે જોડી શકો છો. પરંતુ જો તમને લાગે કે તમારી કોઈક વાતને લઈને તેમને ખોટું કે ખરાબ લાગી શકે છે તો પછી આવી પરિસ્થિતિમાં તેમને તમારી સાથે જોડતા પહેલા સોવાર વિચારી લો. કારણ કે, તે તમારા સંબંધ બગડવાનું કારણ પણ બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp